ખેતરમાં ઘૂસી ગઈ ગાય તો 80 વર્ષના વૃદ્ધની કરી નાંખી હત્યા, આરોપીની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

ભાઈના ખેતરમાં ગાય જતી રહેવાથી આરોપીએ 80 વર્ષના વૃદ્ધને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

 • Share this:
  કોયંબતૂરઃ તમિલનાડુના (tamilnadu) કોયંબતૂરમાં એક 80 વર્ષના વૃદ્ધને માત્ર (Old man murder) એટલા માટે જાનથી મારી નાંખ્યો કારણ કે તેની ગાય બીજાના ખેતરમાં (cow enter in farm) ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં પોલીસે (police) મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.

  80 વર્ષના વૃદ્ધની કરી હત્યા
  પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, બોલાચાલીમાં ગુસ્સામાં આવીને 63 વર્ષીય સી.એ વર્થરંજને ચપ્પા વડે કરુપાસ્વામી ગાઉન્ડરની હત્યા કરી નાંખી હતી. લડાઈ માત્ર ગાઉન્ડરની ગાય તેના ખેતરમાં જતી રહી હોવાની સામાન્ય બાબતમાં લડાઈ થઈ હતી. આ બાબતે ભાન ભુલીને 80 વર્ષીય ગાઉન્ડર સાથે લડાઈ થઈ હતી.

  તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જે ખેતરમાં ગાઉન્ડર પોતાની ગાય ચરાવતો હતો તે ખેતર તેના ભાઈ રામાકૃષ્ણનનું હતું. રામાકૃષ્ણને જ પહેલા ભાઈની લાશ ગોશાલામાં દેખાઈ હતી. ઘટના બાદ ગાઉન્ડરમાં પુત્ર શનમુંગા સુંદરમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સી.એ. વર્થરંજનની ધરપકડ કરી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

  આ પણ વાંચોઃ-ગાંધીનગરઃ હૃદયદ્રાવક ઘટના! કોરોનાના કારણે સવારે પતિ અને સાંજે પત્નીનું મોત, એક જ દિવસે પરિવારે બે સ્વજન ગુમાવ્યા

  આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

  આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

  મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસે રણનીતિ બનાવીને મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. તેમને જાણ થઈ હતી કે સી.એ. વર્થરંજન પોતાના ભાઈના એક ફાર્મમાં સંતાયો હતો. ઈનપુટના આધાર ઉપર પોલીસે એક છટકું ગોઠવીને વર્થરંજનની ધરપકડ કરી હતી.  ધરપકડ બાદ આરોપીને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. વર્થરંજને પોતે ગુનાની કબૂલાત કરીને ઘટના અંગે વિસ્તારથી વર્ણવી હતી.
  Published by:ankit patel
  First published: