Home /News /national-international /113 મહિલાઓને ફોન કરી અભદ્ર વાતો કરતા નરાધમની ધરપકડ, 36 જીલ્લાની પોલીસ કરી રહી હતી શોધખોળ

113 મહિલાઓને ફોન કરી અભદ્ર વાતો કરતા નરાધમની ધરપકડ, 36 જીલ્લાની પોલીસ કરી રહી હતી શોધખોળ

આરોપીની તસવીર

Uttar Pradesh Crime News: આ નરાધમ મહિલાઓને ફોન પર અશ્લીલ વાતો કરીને હેરાન કરતો (man accused of harassing 113 woman) હતો અને ફોન કાપી નાખે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

  ઉત્તર પ્રદેશના 36 જિલ્લાની પોલીસને (UP Police) જે શખ્સની તલાશ હતી ટેનની UP 1090ની પોલીસે કૌશામ્બીથી (Kaushambi) ધરપકડ કરી હતી. આ નરાધમ મહિલાઓને ફોન પર અશ્લીલ વાતો કરીને હેરાન કરતો (man accused of harassing 113 woman) હતો અને ફોન કાપી નાખે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેની સામે 113 મહિલાઓએ ફરિયાદ નોંધાવી હતી. આરોપી પોલીસથી (kaushambi Police) બચવા માટે મહિલાઓને અનેક ફોન અને ફેક આઈડી પર સિમ લઈ ફોન કરીને હેરાન કરતો હતો.

  ઈન્સ્પેક્ટર શેર બહાદુર મૌર્યના જણાવ્યા અનુસાર પોલીસ હેલ્પલાઈન નંબર 1090 પર શખ્સ દ્વારા ફોન પર મહિલાઓને હેરાન કરવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી. સર્વેલન્સની મદદથી મોબાઈલ નંબર અને મોબાઈલ ફોનના IEMI નંબરની તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જાણવા મળ્યું કે આ યુવક યુપીના 36 જિલ્લાની મહિલાઓને ફોન કરીને હેરાન કરે છે, જેના વિશે 113 મહિલાઓએ ફરિયાદ નોંધાવી છે.

  ખેતરમાં બેસીને કરતો હતો ફોન
  ત્યારબાદ પોલીસે એક ટીમ બનાવી અને તેને કૌશામ્બીના સૈની પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂકી હતી. જેણે ચોવીસ કલાક જાસૂસી કરી અને કોરિયા ગામના રહેવાસી રવેન્દ્ર કુમાર મૌર્યની ધરપકડ કરી હતી. આરોપી રાવેન્દ્ર પોલીસથી બચવા માટે કોલ દરમિયાન લોકેશન સાથે સમયાંતરે સિમ બદલતો હતો. આ સાથે તે ઘરને બદલે ખેતરમાં બેસીને ફોન કરતો હતો.

  મહિલાઓને આપતો મારી નાખવાની ધમકી
  પોલીસ ટીમના જણાવ્યા અનુસાર, રવેન્દ્ર તેના ફોનમાંથી કોઈપણ નંબર મેળવતો હતો. જ્યારે છોકરો ઉપાડતો ત્યારે ફોન ડિસ્કનેક્ટ કરી નાખતો અને જ્યારે છોકરી ઉપાડતી ત્યારે વાત કરવાનું શરૂ કરી દેતો હતો. જે મહિલા તેને ફોન ન કરવાનું કહે અથવા પોલીસ ફરિયાદ કરવાનું કહે તે મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને ફોન કરવાની ના પાડે તો તેને ધમકી આપતો હતો. પોલીસ તેને ટ્રેસ ન કરી શકે તે માટે તે અલગ-અલગ મોબાઈલ ફોન અને સિમનો ઉપયોગ કરતો હતો. નકલી આઈડી પર સિમ પણ લેતો હતો.

  આ પણ વાંચોઃ-Crime: પંજાબી બોલવા પર પત્નીને મારતો હતો માર, પેટ્રોલ છાંટી કરી જાનથી મારી નાંખવાની કોશિશ

  36 જીલ્લાની 113 મહિલાઓએ કરી ફરીયાદ
  ફોન પર મહિલાઓ સાથે અશ્લીલ વાત કરવા માટે દબાણ કરનાર રાવેન્દ્ર સામે લખનૌમાં 19, ઉન્નાવ, કાનપુર નગર અને આંબેડકર નગર 7, પ્રયાગરાજ 6, પ્રતાપગઢ, રાયબરેલી અને સીતાપુર 5 શાહજહાંપુર, હરદોઈ અને સુલતાનપુર 4, સંત કબીર નગર, મિર્ઝાપુર, ગોરખપુર, બાંદા અને અમેઠીની 3, ગાઝીપુર, બારાબંકી, આઝમગઢ, બહરાઈચ અને કૌશામ્બીની 2 અને સંતરવિદાસ નગર, સોનભદ્ર, સિદ્ધાર્થનગર, મહારાજગંજ, ખેરી, હમીરપુર, વારાણસી, બલરામપુર, ગોંડા, જાલૌન, ફતેહપુર, જૌનપુર, અયોધ્યા અને કાંસીપુર સહિતના 36 જીલ્લાની કુલ 113 મહિલાઓએ ફરીયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચોઃ-Builder murder case: બિલ્ડર હત્યા કેસમાં ખુલાસો, લક્ઝરી લાઈફ માટે નોકરોએ કરી હત્યા, આરોપીએ આપી આવી કબૂલાત

  મહિલાઓની છેડતી કરનાર આ યુવક પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પરંતુ નવા મોબાઈલ અને નવા સિમ કાર્ડ લેવા માટે આ નરાધમ પાસે પૈસા ક્યાંથી આવતા હતા તે પણ તપાસનો વિષય છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Crime news, ​​Uttar Pradesh News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन