Home /News /national-international /શ્રદ્ધા હત્યાકાંડ: આફતાબને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલવામાં આવ્યો

શ્રદ્ધા હત્યાકાંડ: આફતાબને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલવામાં આવ્યો

આફતાબને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલી દીધો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે તેને નાર્કો ટેસ્ટ માટે જેલમાંથી અહીં લાવવામાં આવશે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિનો નાર્કો ટેસ્ટ એક દિવસમાં થઈ શકતો નથી. એટલા માટે અમારે આફતાબના નાર્કો ટેસ્ટની રાહ જોવી પડશે. સાથે જ એફએસએલના અધિકારીઓનું કહેવું છે કે નાર્કો ટેસ્ટ દરમિયાન એફએસએલની ટીમ સાથે રહેશે.

વધુ જુઓ ...
    રાજધાની દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડે આખા દેશને હચમચાવી દીધો છે. જ્યાં કોર્ટના આદેશ પર આફતાબના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરી દેવામાં આવી છે.આજે નાર્કો ટેસ્ટ નિષ્ણાતો આફતાબની પર્સનાલિટી ટેસ્ટ કરશે. તો બીજી તરફ, દિલ્હી પોલીસની ટીમ આજે સવારે આફતાબને લઈને રોહિણીની આંબેડકર હોસ્પિટલમાં ગઈ હતી. જ્યાં તેણે નાર્કો પહેલા પ્રી-નાર્કો ટેસ્ટ થયો, જેમાં ECG, BP ચેક અને અન્ય કેટલાક બોડી ચેક અપ કરવામાં આવ્યા. સંભવ છે કે સોમવારે આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે.

    આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલી દીધો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે તેને નાર્કો ટેસ્ટ માટે જેલમાંથી અહીં લાવવામાં આવશે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિનો નાર્કો ટેસ્ટ એક દિવસમાં થઈ શકતો નથી. એટલા માટે અમારે આફતાબના નાર્કો ટેસ્ટની રાહ જોવી પડશે. સાથે જ એફએસએલના અધિકારીઓનું કહેવું છે કે નાર્કો ટેસ્ટ દરમિયાન એફએસએલની ટીમ સાથે રહેશે.

    શ્રદ્ધા હત્યા કેસમાં આફતાબ સામે મહત્ત્વના પુરાવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે જંગલમાંથી મળેલાં હાડકાં શ્રદ્ધાનાં છે. તેનો ડીએનએ શ્રદ્ધાના પિતા સાથે મેચ થયો છે. હવે પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહી છે. સ્પેશિયલ CP (લો એન્ડ ઓર્ડર) સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે DNA ટેસ્ટ રિપોર્ટ (પીડિતાના ભાગોનો) હજુ સુધી મળ્યો નથી.

    અહીં શ્રદ્ઘાના પિતા વિકાસ વાલકરે CBI તપાસની માગ કરી છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું - આફતાબ હજુ પણ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને આ કેસમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ. તે શ્રદ્ધાને સતત બ્લેકમેઇલ કરતો હતો અને તેને ધમકીઓ પણ આપતો હતો. શ્રદ્ધા સ્પષ્ટ શબ્દોમાં કહેતી હતી કે તે તેને મારી નાખશે.

    18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી


    દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 28 વર્ષીય આફતાબે 18 મેના રોજ 27 વર્ષની શ્રદ્ધાની હત્યા કરી હતી. બંને લિવ-ઈનમાં રહેતાં હતાં. આફતાબે શ્રદ્ધાના મૃત શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. એને રાખવા માટે 300 લિટરનું ફ્રિજ ખરીદ્યું. તે 18 દિવસ સુધી દરરોજ રાત્રે 2 વાગે મૃતદેહના ટુકડા ફેંકવા જંગલમાં જતો હતો.

    આફતાબની 12 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી


    તે રોજ અલગ-અલગ જગ્યાએ શરીરનાં અંગો ફેંકતો હતો. પોલીસે 12 નવેમ્બરે તેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આફતાબે ફ્લેટના બાથરૂમમાં શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યા હતા. આ દરમિયાન તે શાવર ચાલુ રાખતો હતો, જેથી શરીરમાંથી નીકળતું લોહી ગટરમાં વહી જાય. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે આફતાબે ફ્રિજને કેમિકલથી સાફ કર્યું હતું, જેથી પુરાવાનો નાશ કરી શકાય.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Arrest accused, Judicial custody, Shraddha Murder Case

    विज्ञापन
    विज्ञापन