Home /News /national-international /અઘરી નોટ: બેંકની સ્લીપમાં રાશીની જગ્યાએ તુલા રાશી લખી આવ્યો, બેંક કર્મચારીઓ પણ ચડીયાતા નીકળ્યા

અઘરી નોટ: બેંકની સ્લીપમાં રાશીની જગ્યાએ તુલા રાશી લખી આવ્યો, બેંક કર્મચારીઓ પણ ચડીયાતા નીકળ્યા

સૌ.સોશિયલ મીડિયા

આ ડિપોઝિટ સ્લિપના ઉપરના ભાગમાં લખેલી વિગતો અનુસાર જોઈએ તો, આ કિસ્સો ઈંડિયન બેન્કની મુરાદાબાદ શાખાનો છે.

    મુરાદાબાદ: સોશિયલ મીડિયા પર ઈંડિયન બેંકની ડિપોઝિટ સ્લિપની એક તસ્વીર ખૂબ વાયરલ થઈ રહી છે. હકીકતમાં બેન્કની આ જમા સ્લિપમાં ખાતાધારકે કૈશ ડિપોઝિટ કરાવવા માટે પોતાની દરેક વિગત લખી છે. પણ તેને રાશીવાળી કોલમમાં અમાઉન્ટની જગ્યાએ જે લખ્યું છે, તે વાંચીને લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે.

    આ તસ્વીર ફરી એક વાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. જેને 16 એપ્રિલના રોજ ટ્વિટર યુઝર્સ @NationFirst78 એ શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું હતું- કેટલા તેજસ્વી લોકો છે. ઘણા લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમુક લોકોએ લખ્યું છે કે, ક્યાંથી આવે છે આ લોકો ? લાગે છે કે, તુલા રાશિવાળા આ પ્રકારના કારનામા કરે છે ? જો કે, આપે ક્યારેય આવી ભૂલ કરી છે કે નહીં. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.



    આ ડિપોઝિટ સ્લિપના ઉપરના ભાગમાં લખેલી વિગતો અનુસાર જોઈએ તો, આ કિસ્સો ઈંડિયન બેન્કની મુરાદાબાદ શાખાનો છે. હકીકતમાં કોઈ ખાતાધારક બેન્કમાં પૈસા જમા કરાવવા ગયા હતા. પણ તેણે ડિપોઝિટ સ્લિપની બધી વિગતો સાચી લખ્યા બાદ અમાઉન્ટવાલી કોલમમાં તુલા રાશિ લખી દીધું હતું. કારણ કે અમાઉન્ટને હિન્દીમાં રાશિ કહેવાય છે. હવે આ ભાઈને કદાચ લાગ્યું હશે કે, બેન્કવાળા તેની રાશિ પુછી રહ્યા છે. જે હોય તે, પૈસા જમા કરનારે તો ભૂલ કરી, પણ તેનાથી વધારે મહત્વની વાત તો એ છે કે, બેન્કવાળાઓએ ખાતાધારકના પૈસા પણ જમા કરી લીધા.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन