Home /News /national-international /રૂવાંટા ઉભા કરતો VIDEO : 1 ભૂલે 1 સેકન્ડમાં સ્કૂટી સવારનો લીધો જીવ, કોણ જવાબદાર?

રૂવાંટા ઉભા કરતો VIDEO : 1 ભૂલે 1 સેકન્ડમાં સ્કૂટી સવારનો લીધો જીવ, કોણ જવાબદાર?

લખનઉ અકસ્માત

Accident Video : એક ગાડી ચાલકે એવી ભૂલ કરી કે નિર્દોષ સ્કૂટી ચાલકે જીવ ગુમાવવો પડ્યો છે, આવી ભૂલ તમે ક્યારેય ભૂલથી પણ કરતાં નહીં. એક વાર જોઈ લો વીડિયો

Accident Video : રોડ અકસ્માતમાં (Road Accident) રોજે રોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે. વાહન ચાલકની એક નજીવી ભૂલને કારણે લોકો કમોતે મોતને ભેટી રહ્યા છે, તો ક્યાંક રોડ રસ્તા ખરાબ હોવાના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આવો જ એક અકસ્માતનો વીડિયો લખનઉથી સામે આવ્યો છે. જેમાં એક સેકન્ડમાં સ્કૂટી ચાલક મોતને ભેટે છે.

એક સેકન્ડમાં મોત, જી હાં, આ રૂવાંટા ઉભો કરી દેનારો વીડિયો લખનઉનો છે. એક યુવક સ્કૂટી લઈને જઈ રહ્યો હતો અને સાઈડમાં ઉભેલી કાર ચાલક દ્વારા ગાડીનો અચાનક દરવાજો ખોલી નાંખતા તે સ્કૂટી ચાલક તેની સાથે જોરથી ટકરાય જાય છે.

" isDesktop="true" id="1229088" >

આ ટક્કર સાથે જ સ્કૂટી ચાલક દૂર જઈને પછડાઈ પડે છે અને એક જ સેકન્ડમાં તેનું દર્દનાક મોત થઈ જાય છે. આ ઘટના હેરાન કરનારી અને સચેત કરનારી પણ છે. આ ઘટનાનો સીસીટીવી વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોનદી ઓળંગતી વખતે ડૂબ્યો યુવક, જુઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનો - Video વાયરલ

ઘટના આલમબાગ વિસ્તારના સુજાનપુરની કહેવામાં આવી રહી છે. કાર ચાલક અચાનક કારનો દરવાજો ખોલે છે અને સ્કૂટી સવારની જોરદાર ટક્કર થઈ જાય છે અને તે રસ્તાની બીજી સાઈડ જઈને પટકાઇ જાય છે. યુવકને હોસ્પિટલ લઈ જવા સુધીનો પણ સમય મળ્યો નહીં અને ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. જોકે, યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેના મોત થયાની ડોક્ટર દ્વારા પુષ્ટી કરવામાં આવી હતી.
First published:

Tags: Accident video, Live Accident video, Lucknow, Road accident, Road Accidents