Home /News /national-international /Mumbai Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયંકર અકસ્માત, 9 લોકોના મોત, 4 વર્ષના બાળકનો બચાવ
Mumbai Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયંકર અકસ્માત, 9 લોકોના મોત, 4 વર્ષના બાળકનો બચાવ
accident on mumbai goa highway
ટ્રક અને ફોર વ્હીલ વાહનની વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. જો કે, તેમાં એક ચાર વર્ષનો બાળક માંડ માંડ બચી ગયો હતો. દુર્ઘટના સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ થઈ હતી.
મુંબઈ: મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર ભીષણ રોડ અકસ્માતના સમાચાર આવ્યા છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા છે. આ ભીષણ અકસ્માત મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર ગોરેગાંવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રોપોલી ગામની નજીક થયો છે. ટ્રક અને ફોર વ્હીલ વાહનની વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. જો કે, તેમાં એક ચાર વર્ષનો બાળક માંડ માંડ બચી ગયો હતો. દુર્ઘટના સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ થઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ દુર્ઘટનામાં સામેલ સંભવિત ફોર વ્હીલ વાહન મુંબઈથી આવી રહ્યું હતું. આ દરમિયાન ટ્રક અને ફોર વ્હીલ વાહનમાં જોરદાર ટક્કર થઈ હતી. દુર્ઘટના સવાર પાંચ કલાકે થઈ હતી. જો કે, દુર્ઘટનાનું કારણ હજૂ સુધી સ્પષ્ટ થયું નથી. શરુઆતી અનુમાન છે કે, દુર્ઘટના ધુમ્મસના કારણે થઈ હોય. મૃતકોમાં ચાર મહિલા અને પાંચ પુરુષ સામેલ છે. ઘટનાની જાણ થતાં જ ગોરેગાંવ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તથા સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં એક ચાર વર્ષનો બાળક માંડ માંડ બચી ગયો હતો, જેને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે.
આપને જણાવી દઈએ કે, મુંબઈ-ગોવા નેશનલ હાઈવે કેટલાય વર્ષોથી ધીમી ગતિએ તેનું કામ થઈ રહ્યું છે. સાથે જ આ હાઈવે પર કેટલીય દુર્ઘટનાઓ થતી આવી છે. ગત અઠવાડીયએ જ રત્નાગીરી જિલ્લાના રાજાપુરમાં એક દુર્ઘટના થઈ હતી. બાદમાં આ દુર્ઘટનામાં લાંજામાં પણ થઈ હતી. આ બંને દુર્ઘટનામાં બે લોકોના જીવ ગયા હતા. તો વળી ગત શનિવારે પણ એક બાઈક સવાર યુવકનો જીવ ગયો હતો.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર