Home /News /national-international /OMG! ચાલતી બસમાં ડ્રાઇવરને અચનાક આવ્યો અટેક, પછી મહિલા યાત્રિએ જે કર્યું તે જાણીને નવાઇ લાગશે

OMG! ચાલતી બસમાં ડ્રાઇવરને અચનાક આવ્યો અટેક, પછી મહિલા યાત્રિએ જે કર્યું તે જાણીને નવાઇ લાગશે

મહારાષ્ટ્રમાં ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક!

વાઘોલીમાં રહેનારી મહિલાઓ મોરાચી ચિંચોલીમાં પિકનિક માટે ગઈ હતી. આખો દિવસ પિકનિક માણ્યા બાદ જ્યારે તમામ લોકોએ પરત ફરવાની તૈયારી કરી હતી. બસમાં પરત ફરી રહ્યા હતા ત્યારે એક ગમગીન ઘટના ઘટી

રોજબરોજ બસમાં ટ્રાવેલિંગ કરનાર લોકોને અવનવા અનુભવ થતાં હોય છે. તમને પણ થાય હશે. બસમાં સવાર હોવ તે બસનો ડ્રાઇવર બસ ઢળી પડે તો મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ શકે છે. અલબત કોઈ સાહસિકના કારણે સ્થિતિ થાળે પડી શકે છે. આવો એક કિસ્સો મહારાષ્ટ્રમાં બન્યો હતો. મહારાષ્ટ્રની એક મહિલાએ લીધેલા સાહસિક નિર્ણયના કારણે જોખમ ટળી ગયું હતું. આ કિસ્સામાં મહિલાએ પેસેન્જરોથી ભરેલી બસને સાવધાની અને સમજણપૂર્વક ચલાવી હતી એટલું જ નહીં, બીમાર ડ્રાઈવરને મેડિકલ સુવિધા પણ પૂરી પાડી હતી. હવે આ ઘટનાને વિગતવાર સમજીએ...

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના 8 જાન્યુઆરીની છે. વાઘોલીમાં રહેનારી મહિલાઓ મોરાચી ચિંચોલીમાં પિકનિક માટે ગઈ હતી. આખો દિવસ પિકનિક માણ્યા બાદ જ્યારે તમામ લોકોએ પરત ફરવાની તૈયારી કરી હતી. બસમાં પરત ફરી રહ્યા હતા ત્યારે એક ગમગીન ઘટના ઘટી હતી. એક અહેવાલ મુજબ બસને થોડે દૂર ચલાવ્યા બાદ 40 વર્ષીય ડ્રાઈવર અચાનક બીમાર પડ્યો અને જાણે તેને અટેક આવતો હોય તેમ વર્તન કરવા લાગ્યો હતો. પિકનિકનું આયોજન કરનાર મહિલાએ ડ્રાઈવરની હાલત જોઇને બસને રોકવા કહ્યું હતું.

ડ્રાઈવરની આ હાલત જોઈને તમામ મહિલાઓ ગભરાઈ ગઈ હતી, પરંતુ તેમાંથી એક મહિલાએ કમાન્ડ સંભાળ્યો

અહેવાલો અનુસાર બસ ઉભી રાખતાની સાથે જ ડ્રાઈવરને સ્ટ્રોક આવ્યો હતો. ડ્રાઈવરની આ હાલત જોઈને તમામ મહિલાઓ ગભરાઈ ગઈ હતી, પરંતુ તેમાંથી એક મહિલાએ કમાન્ડ સંભાળ્યો અને જીવનમાં પહેલીવાર બસનું સ્ટિયરિંગ પકડી લીધું હતું. આ બહાદુર મહિલાનું નામ યોગિતા સાતવ છે. ડ્રાઈવરને સારવારની જરૂર હતી અને યોગિતા સાતવ કાર કેવી રીતે ચલાવવી તે જાણતી હતી. આવી સ્થિતિમાં તેણે બહાદુરીથી મુસાફરી શરૂ કરી અને 10 કિમી દૂર ગાનેગાંવ ખાલસા પહોંચ્યા હતા.

આ પણ વાંચોરસપ્રદ : ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં કેમ કાજોલે હેરબેન્ડ પહેરી હતી, બની ગયું હતુ ફેશન ટ્રેન્ડ

આ દરમિયાન ડ્રાઈવરને બે વાર સ્ટ્રોક આવ્યો હતો. બસ ડ્રાઈવરને ગનેગાંવ ખાલસામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે, પાછળથી અન્ય ડ્રાઈવર સ્થળ પર પહોંચી ગયો હતો અને બસને શિકારપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ પછી મહિલાઓને સુરક્ષિત રીતે વાઘોલી સુધી છોડવામાં આવી હતી. આ કિસ્સામાં મહિલાએ લીધેલા ત્વરિત એને બહાદુરીભર્યા નિર્ણયના કારણે જોખમ ટળી ગયું હતું.
First published:

Tags: Accident News, Bus driver, Maharashtra, Maharashtra News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો