કોઝિકોડ : કેરળ( Kerala)ના કોઝિકોડમાં શુક્રવારે મોટી વિમાન દુર્ઘટના (Kozhikode airport plane crash)થઈ છે. કોઝિકોડના કરિપુર હવાઇ અડ્ડા પર એર ઇન્ડિયાનું વિમાન ઉતરતા સમયે રનવે પર ફસડાઈ ગયું હતું. વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. આ વિમાન દુબઈથી કોઝિકોડ આવી રહ્યું હતું. બતાવવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં 170 યાત્રી સવાર હતા. આ દુર્ઘટનામાં પાયલટ સહિત 16 લોકોના મોત થયા છે. વિમાન દુર્ઘટના પછી દુબઈ સ્થિત ભારતના મહાવાણિજ્ય દુતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 0565463903, 0543090572, 0543090572, 0543090575 આ નંબરો પર ફોન કરીને ઇજાગ્રસ્તો વિશે જાણકારી મેળવી શકાશે.
દુર્ઘટના પછી રાહત અને બચાવ માટે ટીમ પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ અને 24 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. આ દુર્ઘટના પછી કેરળ પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી 35 ઈજાગ્રસ્તોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોઝિકોડ એરપોર્ટ પર થયેલી દુર્ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પી વિજયન સાથે વાત કરી છે અને દુર્ઘટનાને લઈને જાણકારી મેળવી છે. પીએમ મોદીએ કહ્યું કે કોઝિકોડમાં થયેલા વિમાન દુર્ઘટનામાં જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે મારી સંવેદના તેમની સાથે છે. મેં આ મામલે કેરળના સીએમ સાથે વાતચીત કરી છે. અધિકારી ઘટનાસ્થળ પર હાજર છે અને આ દુર્ઘટનામાં પ્રભાવિતા લોકોની મદદ કરી રહ્યા છે.
#WATCH Kerala: Visuals from outside the Karipur Airport, after Dubai-Kozhikode Air India flight (IX-1344) with 190 people onboard skidded during landing at the airport. pic.twitter.com/hCimakcNRY
એર ઇન્ડિયા એક્સપ્રેસથી મળેલી જાણકારી પ્રમાણે દુબઈથી આવી રહેલા આ વિમાનમાં 10 નવજાત પણ સવાર હતા. રાહત અને બચાવ કાર્ય માટે કોઝિકોડ માટે એક NDRFની ટીમને રવાના કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર