Home /News /national-international /

Exam Warriorsમાં વાલીઓને PM મોદીનો સંદેશ, 'આશા ન રાખો, સ્વીકારો'

Exam Warriorsમાં વાલીઓને PM મોદીનો સંદેશ, 'આશા ન રાખો, સ્વીકારો'

પ્રધાનમંત્રી દ્વારા વિદ્યાર્થીઓ માટે લખવામાં આવેલ પુસ્તક 'એક્ઝામ વોરિયર્સ' રિલીઝ કરવામાં આવી છે. આને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે લોન્ચ કરી છે. પ્રધાનમંત્રી મોદીની આ કુલ પાંચમી પુસ્તક છે. વિદ્યાર્થીઓને પરિક્ષામાં થતાં તણાવને દુર કરતું આ પહેલું પુસ્તક છે. 208 પાનાના આ પુસ્તકમાં માત્ર ઉપદેશ જ નથી, પરંતુ એક સંવાદની જેમ લખવામાં આવી છે. આ સિવાય તેમાં કેટલીક પ્રકારના અભ્યાસ અને તેના માટે પણ જગ્યા છોડવામાં આવી છે, જે સ્કુલના બાળકો માટે માત્ર રસપ્રદ નથી, પરંતુ તેમને એન્ગેજ પણ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પુસ્તક Exam Warriors આમ તો ખાસ રીતે પરિક્ષા પહેલા વિદ્યાર્થીઓના ડરને કેવી રીતે દુર કરવો તે શીખવે છે, પરંતુ આ પુસ્તકમાં વિદ્યાર્થીઓના માતા-પિતા માટે પણ સંદેશ આપવામાં આવ્યો છે. આ પુસ્તકમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓના માતા-પિતાને સંબોધી એક ચીટ્ઠી લખી છે.

પ્રિય પરિજન,
કોઈ પણ વિદ્યાર્થી માટે તેનો પરિવાર તેના માટે સૌથી મોટો સપોર્ટ સિસ્ટમ છે, ખાસ ત્યારે, જ્યારે તે પરિક્ષાની તૈયારીમાં લાગ્યો હોય. હું જાણુ છું કે, વિદ્યાર્થી અને તેના પરિવાર માટે આ ખુબ મહત્વપૂર્ણ સમય છે. એવામાં જો કોઈનું પ્રોત્સાહન વિદ્યાર્થીને ખુશી આપી શકે છે, તો એ તમારૂ છે.

તમે તે બધુ જ કરો, જે તમારા બાળકની મદદ માટે કરી શકો. જેમ કે બાળકની મનોદશાનું ધ્યાન રાખવું, જેથી તે પરિક્ષા આપવા ખુશી-ખુશી તણાવમુક્ત જઈ શકે.

પોતાના બાળક માટે તમે જ સૌથી મોટા મેંટોર છો. કોઈ બીજાના મુકાબલે તમે જ તમારા બાળકને સારી રીતે ઓળખો છો, કારણ કે તમે તેને તમારી આંખોની સામે મોટો થતો જોયો છે. એટલા માટે મારી તમને વિનંતી ચે કે, આશા રાખવાની જગ્યાએ હંમેશા તેનો સ્વીકાર કરો. આશાનો ભાર સ્કુલ બેગ કરતા વધારે ભારે હોય છે અને બાળકોને આ ભાર હેઠળ દબાવવાનો કોઈ મતલબ નથી. તમે પોતાની જાતને પૂછો - શું તમે હદ કરતા વધારે આશાનો ભાર તો તમારા બાળક પર નથી નાખી રહ્યાને?

કોઈક વાર માતા-પિતા પોતાની અધુરી ઈચ્છા બાળક દ્વારા પુરી કરવા માંગતા હોય છે. આ પ્રક્રિયામાં, બાળક પોતાનું ખુશીનું બાળપણ ખોઈ બેસે છે અને માતા-પિતા પણ પોતાની આંખો સામે તેને હસતા-રમતા જોવાનો મોકો ખોઈ બેસે છે. બાળકોના સપના, આકાંક્ષાઓ અને મહત્વકાંક્ષાઓ માતા-પિતાથી અલગ હોઈ શકે છે. તેનો સ્વીકાર કરો અને પોતાના બાળકને તેના સપના પુરા કરવાનો મોકો આપો.

માતા-પિતા હોવાના કારણે તમે તમારા બાળકનું હંમેશા ભલું જ ઈચ્છતા હોવ છઓ, જેમકે તેને આરામદાયક જિંદગી અને સારૂ શિક્ષણ અપાવવું. પરંતુ તમે તમારા બાળકને સૌથી સારી ગીફ્ટ આપી શકો છો, તે છે તેમનામાં જોખમ ઉઠાવવાની ભાવના ભરવી, જે તમારા બાળકને કઈંક નવું અને અલગ કરવા માટે પ્રેરીત કરશે.

આ પુસ્તકમાં પણ મેં મારા એ યુવા મિત્રોને પોતાના કમ્ફર્ટ જોનમાંથી બહાર આવવાનું કહ્યું છે. કમ્ફર્ટ તન અને મનને કમજોર કરે છે. જ્યારે જોખમ તમને શિષ્ટતા અને દ્રઢ સંકલ્પ સાથે જીવનના પડકારને સામનો કરવા માટે તૈયાર કરે છે.

પોતાના બાળકો સાથે સમય પસાર કરો. પરિક્ષા સમયને સંઘર્ષનો સમય માનવામાં આવે છે. પોતાના બાળકની સાથે સમયનો પૂરો આનંદ લો. સકારાત્મક રહો અને હસતા-આનંદમય રહો.

હંમેશા પોતાના બાળકની વાતને સાંભળો. જે બાળકની વાત નથી સાંભળવામાં આવતી. તે ક્યારે સારો લિસનર્સ કે લર્નર નથી બની શકતો.

બોર્ડની પરિક્ષા પૂરી થઈ ગયા બાદ બાળકને પોતાને ગમતો વિષય, કોલેજ અને યુનિવર્સિટી પસંદગી કરવાની હોય છે. તમારા બાળકને તેની પસંદગી અને ક્ષમતાના હિસાબે નિર્ણય લેવામાં મદદ કરો. જેવું મે આ પુસ્તકમાં કહ્યું છે, આગળ કેટલાએ મોકા છે. તમારા બાળકને દબાણ ન કરો અને ન તેના માટેની મર્યાદા નક્કી કરો.

તમને બધાને મારી શુભકામના છે, જેથી તમે તમારા યુવા અને વીર Exam Warriorsને અમુલ્ય મદદ કરી શકો.

તમારો
નરેન્દ્ર મોદી
Published by:kiran mehta
First published:

Tags: Accept, Exam, Letter, Parents, પીએમ મોદી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन