પકડાઈ જવાના ડરે ભ્રષ્ટ મામલતદારે રસોડામાં સળગાવી દીધા રોકડા રૂ.20 લાખ, છતાં ઝડપાયો

બળેલા રૂપિયા અને મામલતદારની તસવીર

જ્યારે મામલતદારને ખબર પડી કે તેના ઘરે ACBના અધિકારીઓ આવી રહ્યા છે ત્યારે તેણે રસોડામાં ગેસ ઉપર 20 લાખ રૂપિયા રોકડા સળગાવી દીધા હતા. જોકે, ધૂમાડો જોઈ દરવાજો તોડીને એસીબીની ટીમે અધિકારીને પકડી લીધો હતો.

 • Share this:
  સિરોહીઃ રાજસ્થાનમાં (Rajasthan) ભ્રષ્ટ અધિકારીઓ (Corrupt officer) પકડાઈ જવાનો સિલસિલો તેજ થયો છે. ભ્રષ્ટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે છતાં પણ ભ્રષ્ટાચારનો મામલા ઓછા થવાના નામ નથી લઈ રહ્યા. તાજો મામલો સિરોહી (sirohi) જિલ્લામાં સામે આવ્યો છે. એક ભ્રષ્ટ મામલતદારનો (corrupt mamalatdar) અજબ-ગજબ ખેસ સામે આવ્યો હતો.

  સિરોહી જિલ્લાના પિંડોના મામલતદાર એ સમયે દરવાજો બંધ કરીને રસોડામાં ગેસના સ્ટવ ઉપર 20 લાખ રૂપિયા સળગાવવી દીધા હતા. જ્યારે એન્ટી કરપ્શન બ્યૂરોના (Anti-Corruption Bureau) અધિકારીએ મામલતદારના ઘરે પહોંચ્યા હતા. જોકે, એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીઓએ દરવાજો તોડીને અડધી સળગેલી નોટો સાથે મામલતદાર કલ્પેશ કુમાર જૈનની ધરપકડ કરી હતી.

  જાણકારી મળી હતી કે એન્ટી કરપ્શન બ્યૂરોને ફરિયાદ મળી હતી કે મામલતદાર પોતાના એક રાજસ્વ નિરીક્ષણ થકી આંવલા ઉત્પાદનના આવલા છાલ કોન્ટ્રાક્ટ માટે એક લાખ રૂપિયા લાંચ માંગી રહ્યો છે. જાણકારી મળતા એન્ટી કરપ્શન બ્યૂરોએ પાલીથી એક ટીમ મોકલી હતી અને એક લાખ રૂપિયા લાંચ લેતા સમયે રાજસ્વ નિરીક્ષક પરબત સિંહની ધરપકડ કરી હતી.

  આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

  આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વો: પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પ્રેમીએ છરી વડે કરી પતિની હત્યા

  પરબત સિંહના જણાવ્યા પ્રમાણે આ પૈસા તેઓ મામલતદાર કલ્પેશ કુમાર જૈન માટે લઈ રહ્યો છે. ત્યારબાદ એસીબીની ટીમ રાજસ્વ નિરીક્ષક પરબત સિંહને લઈને મામલતદાર કલ્પેશ કુમાર જૈનના ઘરે પહોંચ્યી હતી.

  આ પણ વાંચોઃ-ભુજઃ સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

  આ વચ્ચે મામલતદારને જાણ થઈ હતી. તેણે દરવાજો બંધ કરી દીધો હતો અને નોટોને સળગાવવી દીધી હતી. એન્ટી કરપ્શન બ્યૂરોએ ઘરમાંથી બહાર નીકળતો ધૂમાડો જોયો તો તેમણે દરવાજો તોડીને અંદર ઘૂસી ગયા હતા.  અધિકારીઓએ જોયું તો અડધાથી વધારે રૂપિયા બળેલી હાલતમાં હતા. આમ છતાં પણ એસીબીએ 1.60 લાખ રૂપિયા સહી સલામત જપ્ત કર્યા હતા. બાકીની સંપત્તીઓની તપાસ અને પૂછપરછ ચાલું છે. (તસવીર સોર્સ આજતક)
  Published by:ankit patel
  First published: