ABP-CSDS Survey : કોંગ્રેસ માટે 2019માં જીત મેળવવી 'લોઢાના ચણા' ચાવવા સમાન

News18 Gujarati
Updated: May 26, 2018, 7:00 PM IST
ABP-CSDS Survey : કોંગ્રેસ માટે 2019માં જીત મેળવવી 'લોઢાના ચણા' ચાવવા સમાન

  • Share this:
દેશના મૂડ પર સીએસડીએસ-લોકનીતિના હાલના લેટેસ્ટ સર્વેક્ષણે અમારા તે શક પર થપ્પો મારી દીધો છે, જે અમે હંમેશા વિચારી રહ્યાં હતા. તે શક હતો કે, 2019ની ચૂંટણીઓમાં સંયુક્ત વિપક્ષમાં એનડીએને સત્તામાંથી હટાવવાની તાકાત નથી. સીએસડીએસ-લોકનીતિના સર્વે અનુસાર, જો હાલમાં ચૂંટણી થાય છે તો એનડીએ 274 સીટો પર જીત મેળવી લેશે. જ્યારે તમામ ગઠબંધન છતા વિપક્ષ સરકાર બનાવવા માટે જરૂરી સીટોની નજીક પણ પહોંચી શકશે નહી.

દેશના રાજકારણમાં એનડીએના પ્રભુત્વનું કારણ સ્પષ્ટ છે. યૂપીને છોડી દો, તો વિપક્ષનું ગઠબંધન એકપણ રાજ્યમાં પોતાની અસર બનાવી શક્યું નથી. બાકીના રાજ્યોમાં વિપક્ષની એકતા કામ કરી રહી નથી અથવા બીજેપીના ચૂંટણી સહયોગીઓ તેમના કરતાં વધારે શક્તિશાળી છે. સ્પષ્ટ છે કે, વિપક્ષની એકતા હાલ પણ હકીકતથી વધારે ખ્યાલી પૂલાવ જેવી છે. તેઓ હજું સુધી એવા ચૂંટણી મશીનના રૂપમાં સામે આવી શક્યા નથી કે, જે પીએમ મોદીને હરાવી શકે.

લોકલ પાર્ટીઓમાં એટલી તાકાત નથી, કોંગ્રેસને થવુ પડશે વધારે મજબૂત

આ સર્વે સાથે જોડાયેલ પરિણામોથી કેટલાક નવા પરિકલ્પનાઓ બનતી નજરે પડી રહી છે. બીજેપીને ત્યાર સુધી હાર ન આપી શકાય, જ્યાર સુધી કોંગ્રેસ પોતાની ગુમાવેલ જમીન ન મેળવી લે. જે તે રાજ્યની લોકલ પાર્ટીઓમાં તેટલી તાકાત નથી. લોકલ પાર્ટીઓની તકાતમાં જ્યાર સુધી કોંગ્રેસની પોતાની જમીની તાકાત ઉમેરશે નહી, ત્યાર સુધી કોંગ્રેસ જીત સુધી પહોંચી શકશે નહી. વિપક્ષના ગઠબંધનથી 2019માં કેટલા ધારાસભ્યો જીતી શકશે? પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી પાસે હવે જીતવા માટે કંઈ ખાસ નથી. 2014માં ટીએમસીએ 34 લોકસભા સીટો પર જીત મેળવી હતી. બાકીની પક્ષોએ 8 સીટો પર જીત મેળવી હતી. આમાંથી 4 કોંગ્રેસ પાસે ગઈ હતી. અહી પાછલી વખતે 2 સીટ જીતનાર બીજેપી પાસે જ જીત માટે આખું મેદાન ખુલ્લો દેખાઈ રહ્યો છે. અહી બાકીની પાર્ટીઓ એકજૂટ પણ થઈ જાય છે, તો પણ બીજેપી પાસે હારવા માટે કંઈ જ નથી. આવી જ રીતે 2014ની ચૂંટણી પછી બે ભાગમાં વેચાયેલા આંધ્ર પ્રદેશ અને તેલંગાનામાં બીજેપીએ માત્ર 3 સીટો જીતી હતી. જેથી આ રાજ્યોમાં ટીડીપી અને ટીઆરએસ બીજેપી વિરોધી મહાગઠબંધનનો ભાગ બની જશે તો પણ બીજેપીને શું નુકશાન થવાનું છે.

વાત તે છે કે, લોકલ પાર્ટીઓ પાસે ત્યાર સુધી જીતવા માટે કંઈ નથી, જ્યાર સુધી કોંગ્રેસ પોતાની તાકાતમાં વધારો કરી લેતી નથી. આ સર્વેના બે પરિણામ સ્પષ્ટ છે. પ્રથમ તો તે કે, પૂર્વોત્તરમાં બીજેપી ખુબ જ શક્તિશાળી થઈ ગઈ છે. એક સમયે અહી કોંગ્રેસની બોલબાલા હતી. પોતાના જૂના ગઢમાં કોંગ્રેસની આ પરિસ્થિતિનો મતલબ એટલે વિપક્ષી એકતાથી જે રાજ્યોમાં બીજેપીને નુકશાન થશે, તેની ભરપાઈ તે પૂર્વોતરમાં પોતાની વધેલી રાજકીય શક્તિથી કરી લેશે. જે રાજ્યોમાં કોંગ્રેસના વાપસીના સંકેત છે, ત્યાં પણ તેનો સીધો મુકાબલો બીજેપી સાથે જ છે. ગુજરાત જેવા રાજ્યોમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ખાઈ એટલી મોટી છે કે, વધારે વોટ મેળી જાય તો પણ કોંગ્રેસને જ નુકશાન જશે.

સાથે જ, બીજેપી 2014ના સમાન્ય ઈલેક્શન બાદ સતત નવા વિસ્તારોમાં પોતાનું વિસ્તાર કરી રહી છે. જેવી રીતે કે, ઈન્ડિયન એક્સપ્રેસની એક રિપોર્ટમાં સ્પષ્ટ છે. બીજેપીની આ લીડ તે પાર્ટીઓના કિંમત પર થઈ છે, જે સત્તાની રેસમાં નથી. શું બીજેપી અજેય છે?બીજેપી વિરૂદ્ધ બની રહ્યો છે માહોલ

વિપક્ષ માટે સારા સમાચાર તે છે કે, હાલ ઈલેક્શન એક વર્ષ દૂર છે, અને બીજેપી સરકાર વિરૂદ્ધ સ્પષ્ટ રૂપમે માહોલ બનતો નજરે પડી રહ્યો છે. જેવી રીતે કે, ઉત્તર પ્રદેશમાં એક વર્ષ પહેલા જ વિધાનસભા ઈલેક્શનમાં વિપક્ષનો સફાયો કરનાર બીજેપીના વોટ શેરમાં ઘણો ઘટાડો નોંધાયો છે. આ રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બીજેપીની લોકપ્રિયતા ઘટી રહી છે. આ ત્રણેય રાજ્યોમાંથી કુલ મળીને 134 સાંસદ આવે છે. યૂપીથી 80, એમપીથી 29 અને રાજસ્થાનથી 25 ધારાસભ્યોની પસંદગી કરવામાં આવે છે. 2014માં એનડીએએ આ ત્રણેય રાજ્યોમાં કુલ મળીને 125 સીટો જીતી હતી. જો બીજેપીનું પતન આવી જ રીતે ચાલું રહેશે, તો આ રાજ્યોમાં બીજેપીની સીટો ખુબ જ ઓછી થઈ જશે.

વધુ એક ફેક્ટ જે વિપક્ષના મહાગઠબંધન માટે ફાયદાકારક થઈ શકે છે, તે છે કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસનો અને અસમમાં કોંગ્રેસ-એઆઈડીયીએફનું ગઠબંધન. આવા રાજકિય ગઠબંધન બીજેપીની સીટોને ઘટાડીને એનડીએને લોકસભામાં બહુમતના આંકડાથી નીચે લાવી શકે છે. સાથે જ જો બીજેપી મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગંઠબંધન તોડે છે અને મુકાબલો બીજેપી Vs શિવસેના Vs કોંગ્રેસ-એનસીપી ગઠબંધન થાય છે, તો આનાથી બીજેપીને ભારે નુકશાન થઈ શકે છે. સર્વે અનુસાર મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનને 48 ટકા અને યૂપીએને 40 ટકા વોટ મળી શકે છે. પરંતુ આવું ત્યારે જ થશે, જ્યારે બીજેપી અને શિવસેના સાથે મળીને ઈલેક્શન લડે.

રાજનીતિમાં મોટાભાગની રમત હા-નાની અટકળો અને આવું થયું ન હોત તો શું થયું હોતું પર હોય છે. આપણે જો વિચારીએ કે, જો બીજેપીએ નીતિશ કુમારથી ગઠબંધન કરીને તેમને 2019માં પીએમ પદના દાવેદારી કરવાથી રોક્યા નહોત તો શું થયું હોત? જો નીતિશ કુમાર આરજેડી-કોંગ્રેસનો સાથ છોડીને બીજેપી સાથે આવ્યા નહોત તો? એવું થયું હોત તો તે વાતની પૂરેપૂરી શક્યતા હતી કે, જેડી-યૂ-આરજેડી અને કોંગ્રેસના ગઠબંધને બિહારની બધી 40 લોકસભા સીટો જીતી લીધી હોત. આનાથી 2019માં સરકાર બનાવવા માટે વિપક્ષનો પલડો નિશ્ચિત રૂપે ભારે હોત. આવું થયું હોત તો એવનડીએની સંખ્યા 240ની આસ-પાસ જ રહી જતી.
First published: May 26, 2018, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading