વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે બ્યૂનસ આયર્સ પહોંચ્યા છે, અહીં તેઓ અઢળક મિટિંક કરશે, પીએમની સાથે શિખર સમ્મેલનમાં નોટબંધીમાં મહત્વની ભુમિકા નિભાવનાર 1980ની બેંચના આઇએએસ અધિકારી શક્તિકાંત દાસ પણ સાથે ગયા છે. સમ્મેલનમાં પ્રધાનમંત્રી મુખ્ય રૂપથી આયુષ્માન ભારત અને ખેડૂતો માટે સોયલ હેલ્થ કાર્ડ, જનધન યોજના, જીએસટી અને મુદ્રા યોજનાના ફાયદા અંગે પોતાના અનુભવો જણાવશે.
26 ફેબ્રુઆરી 1957ના રોજ જન્મેલા શક્તિકાંત દાસ ઇતિહાસમાં એમએ અને તામિલનાડુ કેડરના આઇએએસ અધિકારી છે. તેઓ રિટાયરમેન્ટ બાદ વર્તમાનમાં ભારતના 15માં નાણાકીય આયોગ અને ભારતના શક્તિકાંત દાસ જી-20માં સભ્ય છે. તેઓએ ભારતના આર્થિક મામલાના સચિવ, ભારતના રાજસ્વ સચિવ અને ભારતના ઉર્વરક સચિવ તરીકે કામ કર્યું છે, કેન્દ્રીય આર્થિક મામલાના સચિવ તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન, શક્તિકાંત દાસને ભારતના સૌથી શક્તિશાળી લોકોમાંથી એક માનવામાં આવતા હતા.
ગત વર્ષે નિયુક્ત થયા હતા શેરપા
આર્થિક મામલાના વિભાગ ડીઇએના પૂર્વ સચિવ શક્તિકાંત દાસને ગત વર્ષે જી-20માં ભારતના શક્તિકાંત દાસની નિયુક્તિ કરવામાં આવી હતી. તેમની નિયુક્તિ 31 ડિસેમ્બર 2018 સુધી કરવામાં આવી હતી.
જી 20માં બે સ્તરની વાતચિત થાય છે, પ્રથમ વિત્ત અને બીજી વિકાસ સ્તરની, વિત્ત સ્તરની વાતચિતને આર્થિક મામલાના સચિવ સંભાળે છે, જે જી-20માં દેશના ઓફિશિયલી પ્રતિનિધિ હશે. તો વિકાસ સ્તરની વાર્તાની જવાબદારી શક્તિકાંત દાસ સંભાળશે. આર્થિક મામલાનો વિભાગ જરૂરી સમર્થન શેરપાને ઉપલબ્ધ કરાવશે.
નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જી-20 વાર્તામાં પૂર્ણકાલિક શેરપા નિયુક્ત કરવાની ભલામણ કરી હતી, કારણ કે વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા વધી રહી છે, પનગઢિયાને સપ્ટેમ્બર 2015માં ભારતના શેરપના નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓએ રેલવે મંત્રી સુરેશ પ્રભુનું સ્થાન લીધું હતું. શેરપા જી-20 સભ્ય દેશોના નેતાઓના પ્રતિનિધિ હોય છે, જે સમ્મેલનના એજન્ડા વચ્ચે સમન્વય જાળવી રાખે છે.
આ પહેલા નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા અને તત્ત્કાલિન યોજના આયોગના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહલૂવાલિયા આ પદ પર રહી ચૂક્યા છે, પનગઢિયાએ રાજીનામું આપ્યા બાદ અમેરિકા પરત ફરતાં જી-20માં ભારતના શેરપાનું પદ ખાલી હતું.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર