5 લાખ મહિલાઓએ રેલવેમાં ટ્રેન ડ્રાઇવર, ટેક્નિશિયનની જગ્યા માટે કરી અરજી!

News18 Gujarati
Updated: June 14, 2019, 11:19 AM IST
5 લાખ મહિલાઓએ રેલવેમાં ટ્રેન ડ્રાઇવર, ટેક્નિશિયનની જગ્યા માટે કરી અરજી!
ગુજરાતની લોકો પાયલટ ભાવના (ફાઇલ તસવીર)

દિલ્હીમાંથી 2,393 મહિલાઓએ રેલવેમાં નોકરી માટે ઈચ્છા દાખવી છે, જ્યારે લક્ષદ્વીપમાંથી એકમાત્ર મહિલાની અરજી મળી છે.

  • Share this:
નવી દિલ્હી : આશરે પાંચ લાખ જેટલી મહિલાઓ ભારતીય રેલવેમાં ટ્રેન ડ્રાઇવર, ફિટર, વેલ્ડર અને મિકેનિક બનવાની હરિફાઇમાં છે. તાજેતરમાં રેલવેને પ્રાપ્ત થયેલી અરજીઓ અંગે જણાવતા રેલવે મંત્રાલયના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધી જે નોકરીઓમાં પુરુષોનું જ પ્રભુત્વ હતું તેવા ક્ષેત્રમાં પણ નોકરી કરવા માટે મહિલાઓ આગળ આવી રહી છે." મંત્રાલયના અધિકારીએ એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભારતીય રેલવેએ નોકરી માટે ટ્રાન્સજેન્ડર્સ માટે પણ દરવાજા ખોલી નાખ્યા છે.

આ ઉપરાંત 98 જેટલા ટ્રાન્સજેન્ડરે પણ લોકો પાયલટ (ટ્રેન ડ્રાઇવર) અને અન્ય ટેક્નિશિયનની જગ્યા માટે અરજી કરી છે. હાલ આ જગ્યાએ માટે ભરતી કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

ભારતીય રેલવેને જે જગ્યાઓ માટે અરજીઓ મળી છે તેમાં 27,795 મહિલાઓએ આસિસ્ટન્ટ લોકો પાયલટ અને 36,576 મહિલાઓએ ટેક્નિશિયનની જગ્યાઓ માટે અરજી કરી છે. પુરુષોની 42.82 અરજીઓ સામે મહિલાઓની અરજીની સંખ્યા 4.75 લાખ છે.

મહિલાઓએ કરેલી કુલ અરજીઓમાંથી બિહારમાંથી સૌથી વધારે (72,817) અરજીઓ પ્રાપ્ત થઈ છે. બિહાર બાદ ઉત્તર પ્રદેશ (67,831), આંધ્ર પ્રદેશ (47,358), મહારાષ્ટ્ર, (43,833), તામિલનાડુ (39,139), મધ્ય પ્રદેશ (32,595), કેરળ (22,799), પશ્ચિમ બંગાળ (21,625) અને રાજસ્થાનમાંથી (21,340) અરજીઓ મળી છે.


પંજાબમાંથી ફક્ત 1965 મહિલાઓની અરજી મળી છે. હરિયાણામાંથી 14,416 મહિલાઓ સામે આવી છે, ઓડિશામાંથી 13,944 મહિલાઓએ ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે તેલંગાણામાંથી 19,117 મહિલાઓની અરજી મળી છે. ઝારખંડમાંથી 17,513 મહિલાઓએ અરજી કરી છે.

દિલ્હીમાંથી 2,393 મહિલાઓએ રેલવેમાં નોકરી માટે ઈચ્છા દાખવી છે, જ્યારે લક્ષદ્વીપમાંથી એકમાત્ર મહિલાની અરજી મળી છે. મિઝોરમમાંથી 4, મણિપુરમાંથી 22, મેઘાલયમાંથી 24 અને નાગાલેન્ડમાંથી 11 મહિલાઓએ પાયલટ કે ટેક્નિશિયલ તરીકે નોકરી કરવા માટે અરજી કરી છે.ટ્રેનના ડ્રાઇવર તરીકે નોકરી માટે લાયકાતની વાત કરવામાં આવે તો ઉમેદવારે મેટ્રિક પાસ સાથે ITI/ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ પાસ કરેલું હોવું જોઈએ. કામના વિપરિત કલાકોને કારણે રેલવેમાં ડ્રાઇવરની નોકરીને સૌથી મુશ્કેલ ગણવામાં આવે છે.
First published: June 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading