Home /News /national-international /

Covid-19 સામે ભારતનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે? દેશમાં 2 વર્ષમાં Coronaથી લગભગ 5 લાખ મોત

Covid-19 સામે ભારતનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે? દેશમાં 2 વર્ષમાં Coronaથી લગભગ 5 લાખ મોત

ભારતે કોવિડ-19ની ત્રણ લહેરોનો સામનો કર્યો

India Coronavirus News: આજથી બે વર્ષ પહેલા 30 જાન્યુઆરી 2020ના રોજ ચીનની વુહાન યુનિવર્સિટીમાં સેમેસ્ટરની પરીક્ષા આપીને ભારત પરત ફરેલી એક વિદ્યાર્થીની કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી હતી.

કોરોના વાયરસ મહામારી (Coronavirus epidemic)સામેની ભારત (India)ની લડાઈને બે વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ આ વાયરસ સામેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. દેશ હાલમાં આ મહામારીની ત્રીજી લહેર (Third wave of corona)નો સામનો કરી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં દેશને પણ કોરોના વાયરસના વિવિધ સ્વરૂપોનો સામનો કરવો પડ્યો છે. આ મહામારીની બીજી ભયાનક લહેર દરમિયાન કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે (Delta variant of Corona) કહેર વર્તાવ્યો હતો. ત્યાં જ તેને ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ના કારણે ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાઇ રહયુ છે.

આજથી ઠીક બે વર્ષ પહેલા 30 જાન્યુઆરી 2020ના રોજ ચીન (China)ની વુહાન યુનિવર્સિટી (Wuhan University)માં સેમેસ્ટરની પરીક્ષા આપીને ભારત પરત ફરેલી એક વિદ્યાર્થીની કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી હતી. ત્યારથી ભારતે કોવિડ-19 (Covid-19)ની ત્રણ લહેરોનો સામનો કર્યો છે. આ દરમિયાન પરિવર્તનના કારણે વાયરસના ઘણા સ્વરૂપો પણ સામે આવી ચૂક્યા છે. જેમાંથી કેટલાક અત્યંત જીવલેણ સાબિત થયા છે.

ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4.94 લાખ લોકોના મોત

સત્તાવાર આંકડાઓ અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 4,10,92,522 કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે આ મહમારીના કારણે 4,94,091 લોકોના મોત થયા છે. ભારતીય SARS-CoV-2 જિનોમિક્સ કન્સોર્ટિયા (INSACOG) અનુસાર છેલ્લા બે વર્ષમાં ભારતમાં કોરોના વાયરસના આવા સાત સ્વરૂપો મળી આવ્યા છે, જે ચિંતાનો વિષય છે. આમાં આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, b.1.617.1 અને b.1.617.3 તેમજ AY શ્રેણી અને Omicron સામેલ છે.

કોરોનાની ત્રીજી લહેર માટે ઓમિક્રોન જવાબદાર

કોરોના વાયરસના ડેલ્ટા અને ઓમિક્રોન સ્વરૂપોને જીવલેણ માનવામાં આવ્યા છે. મહામારીની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં લોકો કોરોનાના ડેલ્ટા સ્વરૂપથી સંક્રમિત થયા હતા અને તેના કારણે હજારો લોકોન મોત પણ થયા હતા. દેશમાં કોવિડ-19ની વર્તમાન લહેર માટે કોરોના વાયરસનું ઓમિક્રોન સ્વરૂપ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 2 જાન્યુઆરી સુધી 1.5 લાખ નમૂનાઓની જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવી છે, જેમાંથી 71,428 નમૂનાઓમાં ચિંતાજનક સ્વરૂપોની પુષ્ટી થઇ છે.

ભારતમાં મહામારીના અંતને લઇ મૂંઝવણ યથાવત

મહામારીને પહોંચી વળવા માટે આરોગ્ય નિષ્ણાતોએ કોવિડ દરમિયાન યોગ્ય વર્તનનું પાલન કરવાની અને રસીકરણ ઝુંબેશને વધુ તીવ્ર બનાવવાની સલાહ આપી છે, પરંતુ ભારતમાં રોગચાળો ક્યારે સમાપ્ત થશે તે હજી સ્પષ્ટ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલે કહ્યું,‘આપણે હજુ પણ મહામારીની વચ્ચે છીએ. તેથી વાયરસના ચેપના ફેલાવાને રોકવા અને જીવન બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’
Published by:rakesh parmar
First published:

Tags: Ccoronavirus, Corona Case in India, Coronavirus Covid 19

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन