"આ વર્ષે દેશમાં લગભગ 15,700 વેબસાઈટ હેક થઇ"

પ્રતિકાત્મક તસવીર

શમાં વર્ષ-2014, 2015 અને 2016માં સાઇબર ક્રાઇમ અંતર્ગત 9622, 11,592 અને 12,317 ગુનાઓ નોંધાયા હતા.

 • Share this:
  એક તરફ ગૂગલના સીઈઓ સુંદર પીચાઈ ડેટા સિકયુરિટી મામલે અમેરિકાના સાંસદો સામે જવાબ આપી રહ્યા છે અને બીજી તરફ આપણા કેન્દ્રીય કક્ષાના ઇલેટ્રોનિક અને ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદ સંસદના શિયાળુ સત્રમાં એવી ચોંકાવનારી માહિતી આપી રહ્યા છે કે, 'દેશમાં આ વર્ષે નવેમ્બર મહિના સુધીમાં લગભગ 15,700 ભારતીય વેબસાઈટ હેક થઇ છે".

  તેમના જણાવ્યા અનુસાર 'ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ- (સીસીઆરટી-ઈન) અનુસાર વર્ષ 2016માં 33,147, 2017માં 30,067 અને આ વર્ષે 15,779 વેબસાઈટ હેક થઇ ચુકી છે. તેમના મતે સરકાર સાઇબર સિક્યુરિટી વધારીને સાઇબર હુમલાઓ રોકવા પગલાં લઇ રહી છે

  'ઇન્ડિયા ટુડે' માં પ્રસિદ્ધ એક સમાચાર અનુસાર રાજ્ય કક્ષાના ઇલેટ્રોનિક અને ટેક્નોલોજી મંત્રી એસ એસ અહલુવાલિયા એ જણાવ્યું હતું કે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) અનુસાર દેશમાં વર્ષ-2014, 2015 અને 2016માં સાઇબર ક્રાઇમ અંતર્ગત 9622, 11,592 અને 12,317 ગુનાઓ નોંધાયા હતા.

  2016, 2017 અને નવેમ્બર, 2018 સુધીમાં એટીએમ, કાર્ડ્સ, પોઇન્ટ ઓફ સેલ્સ (પીઓએસ) અને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) માં છેડછાડ કરીને જે ગુનાઓ નોંધાયા તેની સંખ્યા અનુક્રમે 3, 14 અને 6ની રહેવા પામી છે

  આ ઉપરાંત એસટીએમ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડને લગતા ગુનાઓ 2016થી સપ્ટેમ્બર, 2018 સુધીમાં લગભગ 5543 કેસ નોંધાયા છે
  Published by:kiran mehta
  First published: