મુજફ્ફરપુર બાલિકાગૃહની બાળકીઓનો બળજબરીપૂર્વક કરવામાં આવતો ગર્ભપાત

News18 Gujarati
Updated: July 31, 2018, 12:48 AM IST
મુજફ્ફરપુર બાલિકાગૃહની બાળકીઓનો બળજબરીપૂર્વક કરવામાં આવતો ગર્ભપાત

  • Share this:
મુજફ્ફરપુરનાં બાલિકાગૃહમાં 34 કિશોરીઓ પર બળાત્કારના પ્રકરણમાં સીબીઆઈએ રવિવારે પ્રથમદર્શી અહેવાલ દાખલ કર્યો. 12 સભ્યોની ટીમ મુજફ્ફરપુરમાં તપાસ કરી રહી છે. સીબીઆઈની ટીમે બાલિકાગૃહમાંથી કેટલાક મહત્ત્વના દસ્તાવેજ તાબામાં લીધા છે. દરમિયાન પોલીસે પોક્સો કોર્ટમાં દાખલ કરેલી 16 પાનાંની ચાર્જશીટમાં અનેક ચોકાવનારા ખુલાસા થયા છે. એક ખુલાસા મુજબ બાલિકાગૃહના એક કક્ષમાં ઓપરેશન થિયેટર હતું. એમાં બળાત્કારને કારણે ગર્ભવતી થયેલી કિશોરીઓના ગર્ભપાત કરવામાં આવતા હતા. ચાર્જશીટમાં 32 કિશોરીઓનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે.

એમાં પીડિત કિશોરીઓએ જણાવ્યું છે કે તેમનું અનેક મહિનાઓથી શારીરિક શોષણ કરવામાં આવતું હતું. ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું છે કે બાલિકાગૃહમાં 67 પ્રકારના કેફી પદાર્થો અને ઇન્જેક્શન મળ્યાં હતાં, એનાથી કિશોરીઓને બેહોશ કરીને તેમના પર બળાત્કાર કરાતો હતો.

ચાર્જશીટમાં એમ પણ જણાવાયું છે કે કિશોરીઓને અવારનવાર રાત્રે નગ્ન હાલતમાં સૂવાનું કહેવામાં આવતું હતું. રાત્રે બાલિકાગૃહની અનેક મહિલા કર્મચારીઓ પણ આ કિશોરીઓનું શારીરિક શોષણ કરતી હતી, જ્યારે કોઈ કિશોરી શારીરિક શોષણનો વિરોધ કરતી તો હંટરવાળો અંકલ તેમનાં ગુપ્તાંગો પર લાત મારીને તેમને સજા કરતો હતો.

પોલીસની ચાર્જશીટમાં કિશોરીઓએ ત્રણ લોકોની માહિતી આપી હતી. તેમને ત્રણ જણાનો સૌથી વધુ ભય લાગતો હતો. એમાં એક મોટી ફાંદવાળા નેતાજી, મૂછવાળા અંકલ અને હંટરવાળા અંકલ સામેલ હતા. પોલીસની તપાસ દરમિયાન હંટરવાળા અંકલ તરીકે બાલિકાગૃહના સંચાલક બ્રિજેશ ઠાકુરની ઓળખ થઈ છે પણ મોટી ફાંદવાળા નેતાજી અને મૂછવાળા અંકલની ઓળખ હજી સુધી નથી થઈ.
First published: July 31, 2018, 12:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading