લૉકડાઉન : નોકરી ગુમાવતા વતન તરફ પગપાળા નીકળેલા મજૂરે રસ્તામાં આત્મહત્યા કરી લેતા ખળભળાટ

લૉકડાઉન : નોકરી ગુમાવતા વતન તરફ પગપાળા નીકળેલા મજૂરે રસ્તામાં આત્મહત્યા કરી લેતા ખળભળાટ
જો કે મને રોતા જોઇને તેણે પુછ્યું તો મેં જણાવ્યું કે રોહતકથી લખનઉ ચાલીને જઇ રહ્યો છું. પત્ની બિમાર છે તો અહીં આરામ કરવા લાગ્યો. આ વાત સાંભળીને એક યુવકમાંથી એક યુવક બોલ્યો - યાર મજૂરોનું તો ટીવીમાં પણ આવે છે તેમની હાલત ખૂબ જ ખરાબ છે. બીજા યુવકે ઇશારો કરતા જ આ યુવકે મારા હાથમાં 500-500ના નોટ મૂકી દીધા. તેના ગયા પછી મેં ગણ્યા તો પૂરા 5 હજાર રૂપિયા હતા. તેણે કહ્યું કે રસ્તામાં બાળકોને કંઇ ખવડાવી લેજે અને ટ્રક વાળાને બસો-ચારસો આપી દેજે તો ચાલવું ના પડે. એક તો મારી દીકરીના માથે પ્રેમથી હાથ પણ મૂક્યો.

ઘર તરફ દોટ મૂકી રહેલા મજૂરોની દયનીય સ્થિતિ વચ્ચે કરૂણ ઘટના, વતનથી 145 કિલોમીટર પહેલાં જ જીવન ટૂંકાવી લીધું

 • Share this:
  દેશમાં રાષ્ટ્રીય લૉકડાઉન (Lockdown3) આવતીકાલથી લાગુ થવાનું છે. અનેક મજૂરોને પોતાના (Migrant Labors)ને તેમના વતનમાં જવાની મંજૂરી મળી છે ત્યારે દેશમાં સૌને હચમચાવી મૂકે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે સિમેન્ટના મિક્સરમાં બેસીને વતન જઈ રહેલા મજૂરો ઝડપાયા બાદ વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. દેશના તેલંગાણા રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં વતન તરફ પગપાળા દોટ મૂકેલા મજૂરે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. મજૂરે લૉકડાઉનમાં નોકરી ગુમાવતા હીજરત કરવાનો વારો આવ્યો હતો અને પૈસા અને ધીરજ ખૂટી પડતા તેણે રસ્તામાં જ જીવન ટૂંકાવી લીધું હતું.

  બનાવની વિગત એવી છે કે ગઈકાલે મહારાષ્ટ્રના ગીરાડ પોલીસ મથકની હદમાં એક 45 વર્ષના મજૂરની ગળેફાંસો ખાધેલી અવસ્થામાં લાશ મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતકનું નામ અમરસિંઘ મડાવી છે અને તે મહારાષ્ટ્રના ગોંદીયા જિલ્લાનો રહેવાસી હતો.  આ પણ વાંચો :   કોરોના વોરિયર્સ પર આજે શ્રીનગરથી ત્રિેવેન્દ્રમ સુધી પુષ્પવર્ષા કરશે ઈન્ડિયન એરફોર્સના 9 ફાઇટર પ્લેન

  ગીરાડ પોલીસ મથકમાં એક ખેડૂતે ફોન કરીને જાણ કરી હતી કે તેણે ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં એક મજૂરની લાશ જોઈ છે. આ ફોન બાદ ગિરાડ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા તે 45 વર્ષનો અમરસિંઘ મડાવી હોવાનું જાણવા મળ્યું હતું.

  અમરસિંઘના ખીસ્સામાંથી મળી આવેલા મોબાઇલના મારફતે તેના પરિવારનો સંપર્ક કરવામાં આવતા પરિવારજનોએ જણાવ્યું કે તેની નોકરી જતી રહેતા તે તેલંગાણાથી પગપાળા મહારાષ્ટ્ર આવવા માટે નીકળ્યો હતો.

  આ પણ વાંચો :  સુરત : લૉકડાઉનમાં વરાછાના રત્નકલાકારનો તાપીમાં કૂદી આપઘાત, પ્રેમિકાને ન મળી શકતા લગાવી મોતની છલાંગ

  અમરસિંઘે તેના સાથીઓને જણાવ્યું હતું કે હૈદરાબાદમાં નોકરી જતી રહી અને તેની પાસે રોકડનો અભાવ હતો. દરમિયાન પોતાના વતનથી 145 દૂર તેણે રસ્તામાં આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી ગયો છે. હૈદરાબાદથી મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં પરત ઘરે આવવા માટે 20 જેટલા મજૂરોનું ટોળું પગપાળા નીકળ્યું હતું.
  Published by:News18 Gujarati
  First published:May 03, 2020, 07:58 am