એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદન વીર ચક્રથી સમ્માનિત, F-16 ફાઈટર પ્લેનને તોડી પાડ્યું હતું

14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં CRPF કેમ્પના કાફલામાં શહીદ થયેલા 40 જવાનોના મોતનો બદલો લેવા માટે ભારતે 26-27ની રાત્રે પાકિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો.

14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં CRPF કેમ્પના કાફલામાં શહીદ થયેલા 40 જવાનોના મોતનો બદલો લેવા માટે ભારતે 26-27ની રાત્રે પાકિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો.

 • Share this:
  નવી દિલ્હી: બાલાકોટ એર સ્ટ્રાઈકના (Balakot Air Strike) હીરો અભિનંદન વર્ધમાનને (Abhinandan Varthaman) આજે વીર ચક્રથી (Vir Chakra) સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ram Nath Kovind) અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કર્યા. જણાવી દઈએ કે, 27 ફેબ્રુઆરી 2019ના રોજ અભિનંદન વર્ધમાને પાકિસ્તાની F-16 ફાઈટર પ્લેનને તોડી પાડ્યું હતું. આ પછી, તે ત્રણ દિવસ સુધી પાકિસ્તાની સેનાના કબજામાં રહ્યો. ભારતના દબાણ બાદ પાકિસ્તાને અભિનંદન વર્ધમાનને ત્રણ દિવસ બાદ ભારતને પરત સોંપ્યો હતો. પાકિસ્તાનનો મુકાબલો કરવા માટે ભારતીય વાયુસેનાએ તેમને પ્રમોટ કર્યા છે અને તેમને ગ્રુપ કેપ્ટનનું પદ આપ્યું છે. આ પોસ્ટ ભારતીય સેનામાં કર્નલના પદની સમકક્ષ છે.

  40 જવાનોના મોતનો બદલો લેવા ભારતે પાક. પર એર સ્ટ્રાઇક કરી હતી

  તમને જણાવીએ કે, 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં CRPF કેમ્પના કાફલામાં શહીદ થયેલા 40 જવાનોના મોતનો બદલો લેવા માટે ભારતે 26-27ની રાત્રે પાકિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો. બાલાકોટમાં એર સ્ટ્રાઈક દરમિયાન ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારત દ્વારા કરવામાં આવેલા એર સ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાનની સેનાએ પણ પોતાના એરક્રાફ્ટને ભારતીય સરહદમાં મોકલ્યા હતા, પરંતુ અભિનંદન વર્ધમાને પાકિસ્તાનના આ કૃત્યનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

  વર્ધમાનને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતા

  ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું પરંતુ તેમના વિમાનને પણ નુકસાન થયું અને તેઓ PoK ગયા. આ પછી અભિનંદન વર્ધમાનને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતા. ત્રણ દિવસ પાકિસ્તાનમાં રહ્યા બાદ ભારતના દબાણમાં પાકિસ્તાને તેને સુરક્ષિત રીતે ભારતને સોંપ્યો હતો.

  આ બહાદુરોનું પણ સન્માન કરાયુ

  - આર્મી સેપર પ્રકાશ જાધવને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. પ્રકાશ જાધવે આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. તેમની પત્ની અને માતાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સન્માન મેળવ્યું.
  - આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ધોંધિયાલને મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. શાહીર મેજર વિભૂતિના પત્ની અને માતાએ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મેળવ્યું હતું. મેજર વિભૂતિએ પોતાના ઓપરેશન દરમિયાન 5 આતંકીઓને ઠાર કર્યા હતા.
  - શહીદ નાયબ સુબેદાર સોમબીરને મરણોપરાંત શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. તેણે જમ્મુ અને કાશ્મીરમાં એક ઓપરેશનમાં A++ કેટેગરીના આતંકવાદીને ઠાર માર્યો હતો. તેમની પત્નીને આ સન્માન મળ્યું.
  Published by:Kaushal Pancholi
  First published: