રક્ષા મંત્રી સીતારમણ અભિનંદનને મળ્યા, પાકિસ્તાનમાં વિતાવેલા 60 કલાક વિશે જાણ્યું

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે એરફોર્સની હૉસ્પિટલમાં મુલાકાત કરીને અભિનંદન સાથે ચર્ચા કરી હતી.

27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના પ્લેન ભારતીય સીમામાં ઘૂસ્યા હતા, જેનો પીછો કરતાઅભિનંદનનું પ્લેન ક્રેશ થયું હતું અને તેઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પેરાશૂટની મદદથી ઉતર્યા હતા.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે દેશના વીર સપૂત વિંગ કમાન્ડર અભિનંદનની મુલાકાત લીધી હતી. એરફોર્સની નવી દિલ્હી ખાતેની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા અભિનંદનને મળી રક્ષા મંત્રી સીતારમણે તેમણે પાકિસ્તાનમાં વિતાવેલા 60 કલાકની કહાણી જાણી હતી. ગઈકાલે અભિનંદન ઇન્ડિયન એરફોર્સના પ્લેનથી રાત્રે 11.45 વાગ્યે નવી દિલ્હી પહોંચ્યા હતા.

  હાલમાં અભિનંદન એરફોર્સની કેટલીક ટેસ્ટમાંથી પસાર થશે. વર્ધમાન અભિનંદને રક્ષા મંત્રીને તેમની પાકિસ્તાનની કહાણી સંભળાવી છે. 27મી ફેબ્રુઆરીએ સવારે 10.00 વાગ્યાના અરસામાં પાકિસ્તાનના જેટ પ્લેન ભારતીય સીમામાં ઘુસી આવ્યા હતા. આ ઘટના બાદ ભારતે તેમને પાછા ધકેલા માટે ફાઇટર પ્લેનનો કાફલો મોકલ્યો હતો. આ કાફલામાં મીગ-21 બાઇસન પ્લેનના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના F-16નો પીછો કરી રહ્યાં હતા, તેમણે પીછો કરતા કરતા એક F-16 તોડી પાડ્યું હતું જ્યારે તેમનું પ્લેન ક્રેશ થતા તેઓ પાકિસ્તાનની સીમામાં પેરાશૂટની મદદથી ઉતર્યા હતા.

  આ પણ વાંચો: મસૂદ અઝહરની કિડની ફેલ, આર્મી હૉસ્પિટલમાં રોજ થઈ રહ્યું છે, ડાયાલિસિસ

  પાકિસ્તાનમાં સ્થાનિક ટોળાની વચ્ચેથી પાકિસ્તાની સેના અભિનંદનને તેમના નજીકના થાણામાં લઈ ગઈ હતી. જોકે,ગુરૂવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં જણાવ્યું હતું કે અમે ભારત સાથે શાંતિ મંત્રણાના પ્રતિક રૂપે વિંગ કમાન્ડર અભિનંદનને પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ઘટના બાદ દેશમાં અભિનંદના સ્વદેશગમનની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. શુક્રવારે રાત્રે વાઘા-અટારી બોર્ડર ખાતેથી પાકિસ્તાનના રાજદ્વારી અને સેનાના કાફલા સાથે અભિનંદન ભારત પહોંચ્યા હતા.

  આ પણ વાંચો:  એર સ્ટ્રાઇકના પ્રત્યક્ષદર્શીએ કહ્યું- અમે 35 આતંકીના શબ જોયા, પાક. સેનાએ છીનવી લીધા હતા મોબાઇલ
  Published by:Jay Mishra
  First published: