Home /News /national-international /

મોદીની વિરુદ્ધ ચૂંટણી લડશે મોદીનો જ 'ચહેરો', અભિનંદન ભરશે ઉમેદવારી પત્ર

મોદીની વિરુદ્ધ ચૂંટણી લડશે મોદીનો જ 'ચહેરો', અભિનંદન ભરશે ઉમેદવારી પત્ર

અભિનંદન પાઠક (ફાઈલ ફોટો)

તમને જણાવી દઈએ કે, અભિનંદન પાઠકે લખનઉથી ગૃહમંત્રી રાજનાથ સિંહ વિરુદ્ધ નિર્દલીય ઉમેદવાર તરીકે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે

    લોકસભા ચૂંટણી નજક આવતા જ દરેક રાજકીય પાર્ટી અને ઉમેદવાર પોતાની જીતનો દાવો કરતો જોવા મળી રહ્યો છે. 26 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાને લઈ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સીટ પરથી પીએમ મોદીને ટક્કર આપવા માટે તામિલનાડુના 111 ખેડૂત, પૂર્વ બીએસએફ કોન્સ્ટેબલ, હાઈકોર્ટના પૂર્વ જજ, સહિત કેટલાએ અન્ય ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે. સાથે જ આ સીટ પર મોદીની જેવા જ દેખાતા અભિનંદન પાઠક પણ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે.

    ન્યૂઝ રિપોર્ટ અનુસાર, અભિનંદન પાઠક પણ 26 એપ્રિલે જ ઉમેદવારી પત્ર દાખલ કરશે. સાથે લખનઉથી પણ ઉમેદવારી તેમણે નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા અભિનંદન પાઠકે કહ્યું કે, બીજેપી જુમલાઓ માટે જાણીતી પાર્ટી છે, જેણે લોકોને અચ્છે દીનના વાયદા કર્યા હતા. બીજેપીએ દરેક નાગરીકને 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો અને હવે તે લોકોને પકોડા વેંચવાનું કહી રહ્યા છે.

    પાઠકે કહ્યું હતું કે, હું જીતવા માટે ચૂંટણી લડી રહ્યો છુ અને લોકો પાર્ટી વિરુદ્ધ વોટ આપી ભાજપને જવાબ આપશે. બીજેપીને 'મે ભી ચોકીદાર' અભિયાન પર નિશાન સાધતા અભિનંદન પાઠકે કહ્યું કે, જે લોકો પોતાને ચોકીદાર કહે છે, તે નહી જાણતા કે, ગરીબી શું છે?

    અલી અને બજરંગ બલીના મુદ્દા પર અભિનંદને કહ્યું કે, ઈશ્વર અને અલ્લાહ એક જ છે. મને અલી અને બજરંગબલી, બંનેનું સમર્થન મળ્યું છે. હું કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરવા માંગુ છુ અને બીજેપી સરકારને ખુલ્લુ પાડીશ.

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતા અભિનંદન પાઠકે કહ્યું કે, હું લખનઉથી જીતી રહ્યો છુ અને માત્ર રાહુલ ગાંધીનું સમર્થન કરીશ. હું તેમને અગામી પીએમ તરીકે જોવા માંગુ છુ. તે એક ઈમાનદાર વ્યક્તિ છે.

    તમને જણાવી દઈએ કે, અભિનંદન પાઠકે લખનઉથી ગૃહમંત્રી રાજનાથ સિંહ વિરુદ્ધ નિર્દલીય ઉમેદવાર તરીકે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે. અભિનંદન પાઠકે 2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી અને બીજેપી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો, પરંતુ આ વખતે તેમણે કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરવાની વાત કરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Abhinandan Pathak, Against, File nomination paper, Lok sabha election 2019, Varanasi, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन