Home /News /national-international /'અભિનંદન' : પાકિસ્તાન પાયલટને પરત મોકલશે, ઇમરાન ખાનની જાહેરાત

'અભિનંદન' : પાકિસ્તાન પાયલટને પરત મોકલશે, ઇમરાન ખાનની જાહેરાત

તસવીર: ન્યૂઝ18 ક્રિએટિવ

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી હતી કે વિંગ કમાન્ડર અભિનંદનને તેઓ શુક્રવારે પરત મોકલશે. તેમણે કહ્યું હતું કે અમે અભિનંદનને છોડી અને સદભાવના દર્શાવી છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને પરત છોડવાની જાહેરાત કરી છે. પાકિસ્તાને ભારતના પાયલટને ગુરૂવારે પરત મોકલવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી હતી કે વિંગ કમાન્ડર અભિનંદનને તેઓ શુક્રવારે પરત મોકલશે. તેમણે કહ્યું હતું કે અમે અભિનંદનને છોડી અમે સદભાવના દર્શાવી છે.

    ભારતીય એરફોર્સના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન બુધવારે પાકિસ્તાન અધિકૃત એલઓસીમાં પેરાશૂટની મદદથી પ્લે ક્રેશ થતા કુદ્યા હતા. પાકિસ્તાને બુધવારે સવારે 9.45 વાગ્યે પાકિસ્તાનના F 16 વિમાને ભારતીય સીમામાં ઘુષણખોરી કરી હતી જેને પાછા ધકેલતા સમયે વિંગ કમાન્ડર અભિનંદન દુર્ઘટનાગ્રસ્ત થયા હતા.

    ગુરૂવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી હારૂન મહેમુદે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી શાંતિ સ્થપાય નહીં ત્યાં સુધી તેઓ વિંગ કમાન્ડરને પરત મોકલવા પર વિચારી શકે નહીં જોકે, જીનીવા કરાર અને ભારતના સમર્થનમાં આવેલા આંતરાષ્ટ્રીય મંચના કારણે પાકિસ્તાને 48 કલાકમાં જ અભિનંદનને મોકલવાની જાહેરાત કરી હતી.

    આ પણ વાંચો: ટ્રમ્પનો દાવો જલ્દી ભારત-પાકિસ્તાન તરફથી સારા સમાચાર મળશે



    બુધવારે સમગ્ર દેશમાં વિંગ કમાન્ડર અભિનંદનનો વીડિયોએ લોકોના દીલ જીત્યા હતા જેમાં તેઓ કહીં રહ્યાં હતા કે મારૂ નામ વિંગ કમાન્ડર છે, મારો બીલ્લા નંબર આ છે, હું ભારતીય વાયુસેનાનો પાયલટ છું. આથી વિશેષ હું કઈ પણ માહિતી આપી શકું નહીં. ભારતના આ વીરની સ્થિરતા જોઈ સમગ્ર દેશ તેમના પર વારી ગયો હતો.

    આ પણ વાંચો:  અભિનંદન તળાવમાં કુદકો લગાવી ગળી ગયો હતો દસ્તાવેજ અને નકશા: રિપોર્ટ

    ઇમરાન ખાનના મંત્રણાના પ્રયાસો
    બુધવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એક વીડિયો રિલિઝ જાહેર કરીને જણાવ્યું હતું કે અમે ભારતને પુલવામાના હુમલા માટે તમામ પ્રકારે તપાસમાં સહયોગ આપવાનું સૂચવ્યું છે. ભારત સાથે અમે શાંતિ ઇચ્છીએ છીએ અને યુદ્ધથી સમાધાન નથી ઇચ્છતા. તેમણે જણાવ્યું હતું કે બુધવારે રાત્રે તેમણે વડા પ્રધાન મોદી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

    આ પણ વાંચો: વિંગ કમાન્ડર અભિનંદનના પિતાનો ભાવુક સંદેશ, દીકરા વિશે કહી આ વાત
    Published by:Jay Mishra
    First published:

    Tags: Abhinandan, પાકિસ્તાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन