Home /News /national-international /

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની પૌત્રી ફાતિમા ભુટ્ટોની માંગ, અભિનંદનને મુક્ત કરો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની પૌત્રી ફાતિમા ભુટ્ટોની માંગ, અભિનંદનને મુક્ત કરો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર ભુટ્ટોની પૌત્રી ફાતિમાએ અખબારમાં nKsnr કોલમમાં માંગણી કરી છે.

બુધવારે પાકિસ્તાનની જેટ પ્લેનની ઘુષણખોરી બાદ તેનો પીછો કરતા ભારતના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદનનું પ્લેન ક્રેશ થતા તેઓ પાકિસ્તાનના હાથે ઝડપાઈ ગયા હતા.

    ન્યૂઝ 18 ગુજરાતી: બુધવારે પાકિસ્તાનની જેટ પ્લેનની ઘુષણખોરી બાદ તેનો પીછો કરતા ભારતના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદનનું પ્લેન ક્રેશ થતા તેઓ પાકિસ્તાનના હાથે ઝડપાઈ ગયા હતા. સમગ્ર દિવસ દરમિયાન દેશમાં અભિનંદનને મુક્ત કરાવાની માંગ ઊઠી હતી. જોકે, આ બધાની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની પૌત્રી અને લેખક ફાતિમા ભુટ્ટોએ પણ માંગ કરી છે કે ભારતીય પાઇલટને મુક્ત કરવામાં આવે.

    LoCcમાં ક્રેશ થયેલા ભારતના પ્લેન મીગ 21માંથી પેરાશૂટની મદદથી નીચે ઊતરેલા વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિની માંગ કરતા ફાતીમા ભુટ્ટોએ અમેરિકાના અખબાર 'ધી ન્યૂયોર્ક ટાઇમ્સ'માં એક કોલમમાં લખ્યું કે મેં અને મારા જેવા અનેક યુવાનોએ માંગ કરી છે કે અભિનંદનને મુક્ત કરવામાં આવે. આપણે આખી જીંદગી યુદ્ધમાં જીવ્યા છે, હું પાકિસ્તાની સૈનિકોને મરતા જોવા માંગતી નથી. આપણે અનાથોનો દેશ જાણી જોઈને ન બની શકીએ.”

    આ પણ વાંચો: પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદ સામે કરી કાર્યવાહી, ઝડપથી પરત ફરશે પાયલટ અભિનંદન : સરકારી સૂત્ર

    બેનઝીર ભુટ્ટોની ભાણી ફાતિમાંએ વધુ લખ્યું, “પાકિસ્તાનમાં મારી પેઢીએ અવાજ ઉઠાવાવાનો અધિકાર મેળવવા માટે સંઘર્ષ કર્યો છે, અમે શાંતિ માટે અવાજ ઉઠાવતા ગભરાઈશું નહીં. મેં પાકિસ્તાનને ભારત સાથે શાંતિપૂર્વક વર્તતા જોયું નથી. ”

    આ પણ વાંચો: ભારતીય એરફોર્સના પાયલટ અભિનંદનને મુક્ત કરી શકે છે પાકિસ્તાન, રાખી આ શરત!

    બુધવારે પાકિસ્તાનમાં #saynotowar હેશટેગ ટ્રેન્ડમાં રહ્યો હતો. ત્યારબાદ સમગ્ર વિશ્વના ઇન્ટરનેટ જગતમાં આ હેશટેગ ટ્રેન્ડ બન્યો હતો. ભારત પાકિસ્તાનના કેટલાય યુવાનોએ યુદ્ધ ન કરવાની અપીલ કરી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IAF

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन