નૉબલ મળ્યાના સમાચાર સાંભળ્યા બાદ અભિજીત બેનર્જીએ કર્યુ હતું આ કામ!

News18 Gujarati
Updated: October 15, 2019, 9:26 AM IST
નૉબલ મળ્યાના સમાચાર સાંભળ્યા બાદ અભિજીત બેનર્જીએ કર્યુ હતું આ કામ!
અભિજીત બેનર્જીએ કહ્યુ કે, મેં વિચાર્યું કે જો ઊંઘીશ નહીં તો ગડબડ થઈ જશે. (ફાઇલ તસવીર)

અભિજીત બેનર્જીએ કહ્યુ કે, મેં વિચાર્યું કે જો ઊંઘીશ નહીં તો ગડબડ થઈ જશે

  • Share this:
ન્યૂયૉર્ક : અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી (Abhijit banerjee)ને તેમની પત્ની એસ્ટર ડફ્લો અને હાર્વર્ડના પ્રોફેસર માઇકલ ક્રેમરની સાથે આ વર્ષનો અર્થશાસ્ત્રનો નૉબલ પુરસ્કાર (Nobel Prize)થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સોમવારની સવારે સ્ટૉકહોમથી નૉબલ પુરસ્કાર મળવાના અહેવાલ મળતાં જ અભિજીત ઊંઘવા માટે જતા રહ્યા હતા. અભિજીત બેનર્જીએ નૉબલ પ્રાઇઝ ડૉટ ઓઆરજીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, હા, વહેલી સવારની વાત છે. હું આટલો વહેલો જાગતો નથી. મેં વિચાર્યું કે જો ઊંઘીશ નહીં તો ગડબડ થઈ જશે.

ન્યૂયૉર્કના સમય મુજબ, સોમવાર સવારે 6 વાગ્યે ત્રણેયને 2019ના અર્થશાસ્ત્રના નૉબલ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત થઈ હતી. તેઓએ કહ્યુ કે, તેઓ વધું ઊંઘી ન શક્યા, કારણ કે તેમને સન્માનિત કરવાના અહેવાલ ભારતથી યૂરોપ સુધી ફેલાઈ ગયા અને તેમને ફોન આવવા લાગ્યા.

અવું પૂછતાં કે બેનર્જી અને ડફ્લોને વિવાદિત દંપતી તરીકે નૉબલ પ્રાપ્ત થયો છે તો તેઓએ તેને વિશેષ કરાર કર્યો. નૉબલ પુરસ્કારના ઈતિહાસમાં માત્ર પાંચ અન્ય વિવાહિત દંપીઓને આ પ્રાપ્ત થયો છે.

ભારતીય અર્થવ્યવસ્થા પર વ્યક્ત કરી ચિંતા

મૈસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં પ્રાફેસર અભિજીતે CNBC-TV18 સાથે આ અવસરે ખાસ વાત કરી. આ દરમિયાન તેઓએ ભારતીય અર્થવ્યવસ્થાની સુસ્તી પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યુ કે, સરકારને એવી નીતિઓ બનાવવી જોઈએ જે કામ કરે. એવી નીતિઓ ન બનાવવી જોઈએ જે વિચારતા હોય કે કામ કરશે.

નીતિઓ લાગુ કરતાં પહેલાં સરકા તેનું મૂલ્યાંકન કરેબેનર્જીએ કહ્યુ કે, ભારતીય અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે અને સરકારને કોઈ પણ નીતિઓને સાવધાનીપૂર્વક લાવવી જોઈએ. તેઓએ કહ્યુ કે, મને લાગે છે કે ભારતમાં નીતિઓ લાવવાની થોડી ચાહત હંમેશા હોય છે કારણ કે તેમને આ સારું લાગે છે કે તેની રાજનીતિક પૃષ્ઠભૂમિ હોય છે.

સામાન્ય રીતે એવું જોઈએ કે નીતિઓ લાગુ કરતાં પહેલા તેમનું મૂલ્યાંકન થવું જોઈએ, સમજવું જોઈએ કે એ યોગ્ય રીતે કામ કરી શકશે કે નહીં અને પછી તેને લાગુ કરવાનો અંતિમ નિર્ણય લેવો જોઈએ. હાલમાં પણ મને લાગે છે કે નીતિઓને યોગ્ય રીતે ન પારખી શકાય અને તેના એક વિકલ્પ તરીકે જ જોવામાં આવે છે. વડાપ્રધાન કહે છે કે આવું થાય છે. વિચારવાની રીતને અમે થોડો વિરોધ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો,

JNUના પૂર્વ વિદ્યાર્થી અભિજીત બેનરજી, તેમની પત્ની ડફલો અને ક્રેમરને મળ્યો અર્થશાસ્ત્રનો નૉબેલ
ઇથિયોપિયાના PM અહમદ અલીને મળશે આ વર્ષનો નૉબલ શાંતિ પુરસ્કાર
First published: October 15, 2019, 9:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading