પૂર્વ પાક. રાજદૂતે કાશ્મીરી યુવકના બદલે ઍડલ્ટ સ્ટારની તસવીર શેર કરી દીધી

અબ્દુલ બાસિત

પૂર્વ રાજદ્વારીને ટેગ કરવામાં આવેલી મૂળ ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, "અનંતનાગના યુસુફે પેલેટ ગનને કારણે પોતાના દ્રષ્ટિ ગુમાવી છે. મહેરબાની કરીને તમારો અવાજ ઉઠાવો."

 • Share this:
  ભારત ખાતે પાકિસ્તાનના પૂર્વ રાજદૂત (High Commissioner) અબ્દુલ બાસિત (Abdul Basit) સોમવારે કાશ્મીરની બીજી બાજુ બતાવવાના પ્રયાસમાં શરમજનક સ્થિતિમાં મૂકાયા હતા. અબ્દુલ બાસિતે ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરથી તેઓ એવું સાબિત કરવા માંગતા હતા કે પેલેટ ગનનો ઉપયોગ કરીને કાશ્મીરીઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. અબ્દુલ બાસિતના આવા ટ્વિટ બાદ લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા.

  અબ્દુલ બાસિતે લોકો તેમની વાત સાચી માને તે માટે એક તસવીર શેર કરી હતી, પરંતુ આ તસવીર કોઈ કાશ્મીરી વ્યક્તિની નહીં પરંતુ પ્રસિદ્ધ ઍડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા તેમજ યુ-ટ્યુબરની હતી. જે બાદમાં અબ્દુલ બાસિતને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

  પાકિસ્તાનની પત્રકાર નયલા ઇનાયતે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ અંગેનો સ્ક્રિનશોટ શેર કર્યો છે. આ સ્ક્રિનશોટમાં નયલા ઇનાયતે અબ્દુલ બાસિતના નામ નીચે રેડ લાઈન કરી છે. જેમાં તેમણે ઍડલ્ટ સ્ટારની તસવીર સાથેનું ટ્વિટ રિ-ટ્વિટ કર્યું છે. અભિનેત્રીએ લખ્યું છે કે, "ભારત ખાતેના પાકિસ્તાનના પૂર્વ હાઇ કમિશ્નર અબ્દુલ બાસિતે પેલેટ ગનથી દ્રષ્ટી ગુમાવેલા કાશ્મીરી યુવકની જગ્યાએ ભૂલથી ઍડલ્ટ સ્ટારની તસવીર શેર કરી છે. ખરેખર, આ અયોગ્ય સમયે થયું છે."

  અબ્દુલ બાસિતે શેર કરેલી તસવીરમાં વ્યક્તિ માટે પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત એક એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારી એક લાઇન એક પ્રાર્થના ગણાશે.

  પૂર્વ રાજદ્વારીને ટેગ કરવામાં આવેલી મૂળ ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, "અનંતનાગના યુસુફે પેલેટ ગનને કારણે પોતાના દ્રષ્ટિ ગુમાવી છે. મહેરબાની કરીને તમારો અવાજ ઉઠાવો."

  નોંધનીય છે કે આ બનાવના એક દિવસ પહેલા જ પાકિસ્તાનના સેનેટર રહેમાન મલિકે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવા મામલે ભારત સરકાર અને પીએમ નરેન્દ્ર મોદીની ટીકા કરવાનો પ્રયાસ કરતા ટ્વિટરમાં UNO (યુનાઇટેડ નેશન્સ ઓર્ગોનાઇઝેશન)ની જગ્યાએ Uno ગેમને ટેગ કરી દીધી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: