વ્યાજે લીધેલા રૂપિયા ચુકવી ન શકતા, પત્ની અને એક મહિનાની બાળકીનું અપહરણ કરી લીધું
આંધ્ર પ્રદેશમાં શરમજનક ઘટના સામે આવી
પીડિતાના જણાવ્યા અનુસાર, તેનો પતિ અગિયાર વર્ષથી નર્સરી મેનેજર સુધાકર રેડ્ડી માટે કામ કરી રહ્યો છે. તેના પતિએ થોડા સમય પહેલા સુધાકર રેડ્ડી પાસેથી 1 લાખ રૂપિયા ઉધારે લીધા હતા.
વાઈએસઆર: આંધ્ર પ્રદેશના વાઈએસઆર જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. મૈદુકુરુ ક્ષેત્રમાં દેવુ નહીં ચુકવવા પર અમુક લોકોએ વ્યાજે રૂપિયા લેનારની પત્ની અને તેના એક મહિનાના બાળકનું અપહરણ કરી લીધું હતું.
પીડિતાના જણાવ્યા અનુસાર, તેનો પતિ અગિયાર વર્ષથી નર્સરી મેનેજર સુધાકર રેડ્ડી માટે કામ કરી રહ્યો છે. તેના પતિએ થોડા સમય પહેલા સુધાકર રેડ્ડી પાસેથી 1 લાખ રૂપિયા ઉધારે લીધા હતા.
મહિલાના જણાવ્યા અનુસાર, સુધાકર રેડ્ડી તેને 1 લાખ રૂપિયાના બદલામાં 2 લાખ રૂપિયા પાછા આપવા માટે મજબૂર કરી રહ્યો હતો. પીડિતાએ કહ્યું કે, છ દિવસ પહેલા પતિની ગેરહાજરીમાં સુધાકર રેડ્ડી આવ્યો અને તેને પોતાની સાથે લઈ ગયો, તેણે તો એક મહિનાના બાળકને પણ ન છોડ્યો.
પીડિતાએ કહ્યું કે, મારો પતિ એક દિવસ પહેલા મેનેજર પાસે પહોંચ્યો અને વિનંતી કરી કે, તે નર્સરીમાં રહીને કામ કરશે અને પોતાના બાળકો અને પત્નીને ઘરે મોકલી દેશે. તેમ છતાં પણ સુધાકરે પીડિતાને છોડ્યો નહીં.
પોલીસે છોડ્યા, તપાસ શરુ કરી
ઘટનાની જાણકારી મળતા પોલીસે મહિલા અન તેના બાળકોને નર્સરીમાંથી છોડાવીને પતિને સોંપી દીધા. તેની સાથે જ નર્સરીના મેનેજરની ધરપકડ કરીને પૂછપરછ કરી રહ્યા છે.
એસપી કેએન અંબુરાજને જણાવ્યું હતું કે, આરોપી વિરુદ્ધ એસસી/એસટી એક્ટ અંતર્ગત મામલો નોંધાયો છે. આ મામલામાં તપાસ ડીએસપી કરી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે, પીડિતાના પતિએ 2 લાખ રૂપિયા લીધા હતા અને ચુકવણી કરવા માટે કહ્યું તો તેને વાતને નજરઅંદાજ કરી દીધી હતી.
તેની પત્ની એક મજૂર તરીકે કામ કરી રહી હતી અને પૈસા ઉધાર આપનારી વ્યક્તિ પાસેથી તેણે 2 લાખ પાછા આપવા અથવા પોતાની સાઈટ પર કામ ખતમ કરવા માટે કહ્યું હતું. તેના વિરુદ્ધ મામલો નોંધી લેવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ થઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર