Home /News /national-international /

સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ પર મોદી સરકારના મંત્રીએ કહ્યું- 'આ ભારતીય સંસ્કૃતિને બદનામ કરવાનો પ્રયાસ છે'

સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ પર મોદી સરકારના મંત્રીએ કહ્યું- 'આ ભારતીય સંસ્કૃતિને બદનામ કરવાનો પ્રયાસ છે'

'આ ભારતીય સંસ્કૃતિને બદનામ કરવાનો પ્રયાસ છે' - સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ પર બોલ્યા નકવી

Communal Violence Incident: કેન્દ્રીય લઘુમતી પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી (Abbas Naqvi) એ સાંપ્રદાયિક હિંસા સંબંધિત ઘટનાઓ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભારતીયોને તેમના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે અને દેશમાં ધાર્મિક સમુદાયોમાં અસહિષ્ણુતા નથી.

વધુ જુઓ ...
    કેન્દ્રીય લઘુમતી મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (Union Minorities Minister Mukhtar Abbas Naqvi) એ રાજધાની દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં સાંપ્રદાયિક તણાવ (Communal Violence Incidents) પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભારતીયોને તેમના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે અને દેશમાં ધાર્મિક સમુદાયોમાં અસહિષ્ણુતા નથી. તેણે અંગ્રેજી અખબાર ઈકોનોમિક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી.

    કેન્દ્રની મોદી સરકારમાં અલ્પસંખ્યક બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, કેટલાક લોકો, જેઓ દેશમાં શાંતિ અને સમૃદ્ધિને પચાવી શકતા નથી, તેઓ ભારતની સર્વસમાવેશક સંસ્કૃતિને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.

    આ પણ વાંચો: Pakistan News: ઇમરાન ખાનના બદલાયા સૂર, કહ્યું - હું ભારત વિરોધી કે અમેરિકા વિરોધી નથી

    શનિવારે નવી દિલ્હીમાં હનુમાન જયંતિ નિમિત્તે હિન્દુ ધાર્મિક શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી (Delhi Violence) નીકળી હતી. જેમાં 6 પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પહેલા દેશના અન્ય 3 શહેરોમાં પણ સાંપ્રદાયિક હિંસા થઈ હતી. તે જ સમયે, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં રામ નવમી પર નોન-વેજ ફૂડને લઈને વિદ્યાર્થીઓના બે જૂથો એકબીજા સાથે અથડામણ કરી હતી.

    JNU ની ઘટના પર બોલતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, લોકોને શું ખાવું કે નહીં તે જણાવવાનું સરકારનું કામ નથી. દેશના દરેક નાગરિકને પોતાની પસંદગીનું ભોજન ખાવાની સ્વતંત્રતા છે.

    આ વર્ષની શરૂઆતમાં કર્ણાટકમાં હિજાબના મુદ્દે ભારે હોબાળો થયો હતો અને રાજ્યમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી. જો કે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય બાદ આ મામલો ઠંડો પડી ગયો હતો.

    દેશમાં બનેલી આ સાંપ્રદાયિક ઘટનાઓ પર જાહેરમાં ચિંતા વ્યક્ત કરતા વિરોધ પક્ષોએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના શાસનમાં ભારતીય સમાજ ઓછો સહનશીલ બની રહ્યો છે. આ પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ને આ મુદ્દે મૌન તોડવા કહ્યું છે.

    કર્ણાટકમાં હિંસાનો બનાવ આવ્યો સામે


    કર્ણાટકના જૂના હુબલી (Hubali) શહેરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ પર રવિવારની વહેલી સવારે મોટી સંખ્યામાં લોકોએ કથિત રીતે હંગામો મચાવ્યો હતો (Karnataka Hubli violence). તેઓએ પોલીસના વાહનો, નજીકની હોસ્પિટલ અને હનુમાન મંદિરને (Hanuman Temple) નુકસાન પહોંચાડ્યું અને કેટલાક પોલીસ અધિકારીઓને ઇજા પહોંચાડી. પોલીસે કહ્યું કે હુબલી શહેરમાં CrPCની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર