પત્નીને છોડીને વિદેશ ભાગનાર હવે ચેતી જજો, જપ્ત થઈ શકે છે સંપત્તિ

News18 Gujarati
Updated: February 13, 2018, 2:48 PM IST
પત્નીને છોડીને વિદેશ ભાગનાર હવે ચેતી જજો, જપ્ત થઈ શકે છે સંપત્તિ
News18 Gujarati
Updated: February 13, 2018, 2:48 PM IST
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે વિદેશમાંથી એનઆરઆઈ આવીને ભારતમાં લગ્ન કરે છે. આવા કેસમાં કેટલીક વાર એવું પણ બને છે કે જ્યાં લગ્ન પછી તે પત્નીને છોડીને ભાગી જાય છે અને છોકરીને આ બધુ સહેવું પડે છે. હવે સરકાર જ આવા આરોપીઓ સામે પગલા લેવાની તૈયારીમાં છે.

સૂત્રો દ્વારા ન્યૂઝ 18ને જાણ થઈ છે કે સરકાર આવા એનઆરઆઈ પર સકંજો કસવા માટે એક કાયદો લાવી રહી છે. આ કાયદા અંતર્ગત પતિ કે તેમના સંબંધીની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. સામાન્ય રીતે સિવિલ મામલામાં સંપત્તિ જપ્ત કરવામાં આવે છે કે જેનાથી પીડિતને આર્થિક મદદ આપવામાં આવે.

મહિલા અને બાલ વિકાસ મંત્રાલયે ન્યૂઝ 18 સાથે વાત કરતા કહ્યું છે તે સંબંધીઓની સંપત્તિને પત્ની જપ્ત કરી શકે તેવો પ્રસ્તાવ તૈયાર છે અને જલ્દી જ આને કાયદો બનાવવામાં આવશે. આ પહેલો મામલો નથી જ્યારે એનડીએની સરકારે એનઆરઆઈ મહિલાઓની મુશ્કેલીઓ પર ધ્યાન આપ્યું. ગત વર્ષ મહિલા એવમ બાલ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું હતું કે, દરેક વિવાહની નોંધણી માટે મહિલા અને બાલવિકાસ મંત્રાલયની વેબસાઈટ સાથે જોડવામાં આવશે. એનઆરઆઈ પતિ પર લગામ લગાવવા માટે સરકારે કેટલાક નિર્ણયો લીધા. જો કોઈ એનઆઈઆઈ પતિ સામે ફરિયાદ કરે છે તો તેનો પાસપોર્ટ પણ રદ્દ કરી દેવામાં આવશે. કેટલાક રાજ્યોમાં લગ્નની નોંધણી થાય છે પરંતુ વધારે રાજ્યોમાં નથી થતી.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...