ડી વિલિયર્સે જણાવ્યું IPL 2020ની બેસ્ટ ટીમનું નામ, કહ્યું - કોઈ જ શંકા નથી

મુંબઈના આ વિજય પછી ઘણા દિગ્ગજો આ ટીમ અને તેના ખેલાડીઓની પ્રશંસા કરી રહ્યા છે

મુંબઈના આ વિજય પછી ઘણા દિગ્ગજો આ ટીમ અને તેના ખેલાડીઓની પ્રશંસા કરી રહ્યા છે

  • Share this:
    નવી દિલ્હી : આઈપીએલની 13મી (IPL 2020) સિઝન હવે ખતમ થઈ ગઈ છે. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે (Mumbai Indians) દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)સામે 5 વિકેટે વિજય મેળવી પાંચમી વખત ટાઇટલ પોતાના નામે કર્યું છે. મુંબઈના આ વિજય પછી ઘણા દિગ્ગજો આ ટીમ અને તેના ખેલાડીઓની પ્રશંસા કરી રહ્યા છે. આ દરમિયાન એબી ડી વિલિયર્સે બતાવ્યું કે આઈપીએલ-2020ની બેસ્ટ ટીમ કોણ રહી છે.

    આરસીબીના સ્ટાર ક્રિકેટર એબી ડી વિલિયર્સે ટ્વિટ કરીને મુંબઈ ઇન્ડિયન્સને આઈપીએલ-2020ની બેસ્ટ ટીમ બતાવી છે. આઈપીએલના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી આઈપીએલ-2020ના વિજેતાની જાહેરાત પર ટ્વિટનો જવાબ આપતા ડી વિલિયર્સે મુંબઈ ઇન્ડિયન્સને જીતના અભિનંદન આપતા કહ્યું કે શાબાસ મુંબઈ ઇન્ડિયન્સ! કોઈ જ શંકા વગર આ વર્ષની બેસ્ટ ટીમ. મુંબઈ ઇન્ડિયન્સ પ્રથમ વખત 2013માં ચેમ્પિયન બની હતી. આ પછી તે 2015, 2017 અને 2019માં પણ ચેમ્પિયન બની હતી. તે આ વખતે ટાઇટલ બચાવવા સફળ રહી છે. મુંબઈ બે વખત ચેમ્પિયન્સ લીગમાં પણ ચેમ્પિયન રહી છે.

    આ પણ વાંચો - રોહિત શર્માને કેપ્ટન ન બનાવવો શરમજનક અને ટીમ ઇન્ડિયાનું દુર્ભાગ્ય હશે : ગૌતમ ગંભીર



    મુંબઈએ ફાઇનલમાં એકતરફ વિજય મેળવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 157 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
    Published by:Ashish Goyal
    First published: