PM મોદીએ પૂછ્યું - તમને સરકારે મકાન આપ્યું, મને શું આપશો? જવાબ મળ્યો - તમે આખી જિંદગી પીએમ રહો

PM મોદીએ પૂછ્યું - તમને સરકારે મકાન આપ્યું, મને શું આપશો? મળ્યો આવો જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન’ની શરૂઆત કરી

  • Share this:
    નવી દિલ્હી/લખનઉ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શુક્રવારે ‘આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન’ની શરૂઆત કરી હતી. અભિયાનનો લક્ષ્ય રોજગાર પ્રદાન કરવા, સ્થાનિય સ્તર પર ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા અને રોજગારના પ્રસંગ ઉપલબ્ધ કરાવવા માટે ઔદ્યોગિક સંગઠનો અને અન્ય સંશાધનોને સાથ જોડવાનો છે. પીએમ મોદીએ અભિયાનની શરૂઆત વીડિયો કોન્ફરન્સથી કરી હતી. તેમણે પ્રદેશના છ જિલ્લાના ગ્રામીણો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યના બધા જિલ્લાના ગ્રામીણ સેવા કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આ અભિયાનના ઉદ્ઘાટનના સાક્ષી બન્યા હતા.

    આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે શ્રમની તાકાત આપણે બધાએ અનુભવી છે. શ્રમની આ શક્તિને આધાર બનાવી ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ તેણે જ આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાનને પ્રેરણા આપી એટલે કે કેન્દ્રની યોજનાને પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ગુણાત્મક અને સંખ્યાત્મક બંને રીતથી વિસ્તાર આપ્યો છે.

    આ પણ વાંચો - Covid-19 : અનલૉક 2.0ની તૈયારી શરૂ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અને મેટ્રો શરૂ કરવા પર ફોકસ

    તમે બધી ઉંમર પ્રધાનમંત્રી રહો - તિલકરામ

    અભિયાનની શરૂઆત કર્યા પછી પ્રધાનમંત્રીએ સંતકબીરનગર, સિદ્ધાર્થનગર, ગોંડા, જાલોન અને બહરાઇચના તે લોકો સાથે વાત કરી જે કેન્દ્રની યોજનાઓના લાભાર્થી છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ બહરાઇચના ખેડૂત તિલકરામ સાથે વાત કરી હતી. તેમણે પ્રધાનમંત્રીને બતાવ્યું કે આવાસ યોજનાથી તેમને લાભ મળ્યો છે જેની મદદથી તે ઘર બનાવી શક્યા છે. તિલક રામે જણાવ્યું કે પહેલા ઝુંપડી હતી પણ હવે મકાન બની રહ્યું છે તો અમે બધા ઘણા ખુશ છીએ.

    પ્રધાનમંત્રીએ આગળ પૂછ્યું કે તમને મકાન મળ્યું તો મને શું આપશો. જવાબમાં તિલકરામે કહ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે આખી જિંદગી પ્રધાનમંત્રી રહો. આ જવાબ સાંભળી પીએમ હસી પડ્યા હતા. તેમણે કહ્યું કે હું ઇચ્છું છું કે તમે તમારા બાળકોને ભણાવો અને મને ચિઠ્ઠી લખીને બાળકોના અભ્યાસ વિશે બતાવો.
    Published by:Ashish Goyal
    First published: