PMO સુધી વિરોધ માર્ચ કાઢશે AAP, દિલ્હી પોલીસે ન આપી મંજૂરી

News18 Gujarati
Updated: June 17, 2018, 3:42 PM IST
PMO સુધી વિરોધ માર્ચ કાઢશે AAP, દિલ્હી પોલીસે ન આપી મંજૂરી
પ્રતિકાત્મક તસવીર

દિલ્હી સરકારને કામ કરવાથી રોકવાનો આરોપ લગાવતા આમ આદમી પાર્ટી રવિવારની સાંજે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) સુધી વિરોધ માર્ચ કાઢશે.

  • Share this:
દિલ્હી સરકારને કામ કરવાથી રોકવાનો આરોપ લગાવતા આમ આદમી પાર્ટી રવિવારની સાંજે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) સુધી વિરોધ માર્ચ કાઢશે. જ્યારે દિલ્હી પોલીસે આ વિરોધ પ્રદર્શન માટે આમ આદમી પાર્ટીને મંજૂરી આપી નથી.

આપ નેતાઓએ કહ્યું હતું કે દિલ્હીના લોકો સાંજે ચાર વાગ્યે મંડી હાઉસ એકઠાં થશે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રીઓને એલજી કાર્યાલયમાં ધરણાના સમર્થન કરતા પીએમઓ સુધી માર્ચ કાઢશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મોદી સરકાર બેશરમ છે. દિલ્હી સરકારના લોકોને કામ કરવાથી રોકવા માટો પોતાની શક્તિઓનો અને સંસ્થાઓનો દુરઉપયોગ કરે છે.

ગુપ્તાએ દાવો કર્યો છે કે, લોકો દિલ્હી સરકારના સમર્થનમાં પ્રદર્શન કરવા જઇ રહ્યા છે. જેણે તેમને મફત પાણી, ઓછી કિંમતમાં વીજળી અને સારા શિક્ષણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. કેજરીવાલ અને તેમની કેબિનેટના સહયોગી સોમવારથી એલજી અનિલ બૈજલના કાર્યાલયમાં ધરણા ઉપર બેઠા છે. તેમની માગ છે કે, આઇએએસ અધિકારીઓને હડતાળ ખતમ કરવાનો આદેશ આપવામાં આવે. લોકોના દવારાજા સુધી રાશન સપ્લાઇ યોજનાને મંજૂરી આપે.
First published: June 17, 2018, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading