Home /News /national-international /

કપિલ મિશ્રા ભાજપમાં જોડાયા, કેજરીવાલને કહ્યા ડાકુ

કપિલ મિશ્રા ભાજપમાં જોડાયા, કેજરીવાલને કહ્યા ડાકુ

કપિલે મિશ્રાએ કહ્યું કે, કેજરીવાલજીને કોઈ ડાકુથી ઓછા ન સમજતા

કપિલે મિશ્રાએ કહ્યું કે, કેજરીવાલજીને કોઈ ડાકુથી ઓછા ન સમજતા

  આમ આદમી પાર્ટી (AAP)ના બળવાખોર ધારાસભ્ય કપિલ મિશ્રા આજે ભારજપમાં જોડાઈ ગયા છે. ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી, સતીશ ઉપાધ્યાય અને વિજય ગોયલની હાજરીમાં કપિલ મિશ્રાએ ભાજપનું સભ્યપદ લીધું. કપિલની સાથે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પ્રવક્તા રિચા પાંડે પણ ભાજપમાં જોડાઈ ગઈ.

  ભાજપમાં સામેલ થતાં જ કપિલ મિશ્રાએ AAP સંયોજક અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો. કપિલે કહ્યું કે, સમુદ્રના ડાકુ છે. કેજરીવાલજીને કોઈ ડાકુથી ઓછા ન સમજતા. ગુપ્તા ટેન્ટ હાઉસથી જ તેમની 70 સીટો આવી શકે છે. દિલ્હીની જનતા નહીં આપે. તેઓએ કહ્યું કે મેં લોકસભામાં મોદીજી માટે અભિયાન ચલાવ્યું. હા એ વાત સાતી છે અને મને એ વાતનો ગર્વ છે.

  આ પણ વાંચો, વડાપ્રધાન મોદી પહોંચ્યા ભૂટાન, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

  કપિલ મિશ્રાએ આ ઉપરાંત કહ્યું કે, મારા માટે આ ખૂબ જ ભાવુક ક્ષણ છે. હૃદયથી આભારી છું. કેજરીવાલ ભ્રષ્ટ સરકાર સામે લડવા આવ્યા હતા. અન્નાજીની સાથે હતા તો સિદ્ધાંત અલગ હતા. હવે ચિદમ્બરમ અને સિબ્બલ દિલ્હી સરકારના વકીલ છે. તેઓએ પૂરો યૂટર્ન લઈ લીધો છે. ડીટીસી કર્મચારીઓને મળો, ઓટોવાળાઓની હાલત જુઓ. છળકપટ કરવાથી પણ નથી ચૂકતા. હું ભાજપમાં સામેલ થઈ રહ્યો છું જેથી હું ભારત માતા કી જય બોલી શકું. દિલ્હીને વિકાસની દિશામાં ચલાવવાની જરૂર છે.

  નોંધનીય છે કે, AAPના બળવાખોર ધારાસભ્ય કપિલ મિશ્રાનું વિધાનસભા સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું. જેની વિરુદ્ધ કપિલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. કપિલે દિલ્હી વિધાનસભા અધ્યક્ષ પર 'લૉ ઑફ નેચરલ જસ્ટિસ'ની વિરુદ્ધ જઈને નિર્ણય સંભળાવવાનો આરોપ પણ લગાવ્યો છે.

  AAP સંયોજક અરવિંદ કેજરીવાલની સાથે ઘર્ષણને લઈને કપિલ મિશ્રા અનેકવાર ચર્ચામાં આવી ચૂક્યા છે. એટલું જ નહીં તેઓએ અનેકવાર ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા. થોડાક દિવસ પહેલા જ તેઓએ આમ આદમી પાર્ટી છોડવાની પણ વાત કહી હતી.

  આ પણ વાંચો, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં કર્યુ ફાયરિંગ, જવાન શહીદ
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Mqanoj Tiwari, અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, કપિલ મિશ્રા, નરેન્દ્ર મોદી, ભાજપ, મોદી સરકાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन