Home /News /national-international /AAP ધારાસભ્ય બલજિંદર કૌરને તેના પતિએ બધાની વચ્ચે મારી થપ્પડ, VIDEO વાયરલ

AAP ધારાસભ્ય બલજિંદર કૌરને તેના પતિએ બધાની વચ્ચે મારી થપ્પડ, VIDEO વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ (video viral)થઇ રહ્યો છે (તસવીર - સ્ક્રીનગ્રેબ)

video viral - જાણકારી પ્રમાણે ધારાસભ્ય બલજિંદર કૌરનો પોતાના પતિ સુખરાજ સિંહ બલ સાથે વિવાદ ચાલી રહ્યો છે. આવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિવાદના કારણે આ ઘટના બની હોઇ શકે છે

    નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના પંજાબના ધારાસભ્ય પ્રોફેસર બલજિંદર કૌરનો (aap mla baljinder kaur)એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બલજિંદર કૌરને (baljinder kaur)તેમના પતિ થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. જાણકારી પ્રમાણે બલજિંદર કૌરનો પોતાના પતિ સુખરાજ સિંહ બલ સાથે વિવાદ ચાલી રહ્યો છે. આવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિવાદના કારણે આ ઘટના બની છે.

    સોશિયલ મીડિયા પર વાયરલ (video viral)થઇ રહેલો વીડિયો બે મહિના પહેલાનો બતાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક ઘર જોવા મળે છે, જેના બારણે કેટલાક લોકો ઉભા છે. આ દરમિયાન સુખરાજ સિંહ બલ પહેલા પોતાના ઘરની અંદર ચર્ચા કરી રહ્યા હોય છે અને પછી ખુરશી બેસી જાય છે. પછી બલજિંદર કૌર અંદર આવે છે અને તેને ગુસ્સામાં કશું કહેતા જોવા મળે છે.

    આ પણ વાંચો - ‘રોજ રાત્રે બળાત્કાર થાય છે, દરેક સમયે મરવા કરતા એક જ વખત મરી જાઉં’, મહિલાનો video વાયરલ
    " isDesktop="true" id="1245473" >

    આ દરમિયાન સુખરાજ સિંહ બલ ઉઠે છે અને બલજિંદરને થપ્પડ મારે છે. જોકે આ પછી ત્યા ઉપસ્થિત લોકો વચ્ચે પડીને છોડાવે છે. તમને જણાવી દઈએ કે બઠિંડાના તલવંડી સાબોથી ધારાસભ્ય બલજિંદર કૌર રાજ્યના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Video viral, પંજાબ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन