'કેજરીવાલ તાનાશાહ અને અહંકારી,' AAPનાં ધારાસભ્યનું રાજીનામું

News18 Gujarati
Updated: January 16, 2019, 12:32 PM IST
'કેજરીવાલ તાનાશાહ અને અહંકારી,' AAPનાં ધારાસભ્યનું રાજીનામું
(અરવિંદ કેજરીવાલ, ફાઇલ તસવીર)

સિંઘે એવો પણ આક્ષેપ કર્યો કે, કેજરીવાલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની કોશિષ કરે છે જે તેમની રાજકીય તકવાદી નીતિ દર્શાવે છે. 

  • Share this:
પંજાબનાં આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય બળદેવ સિંઘે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે અને પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, કેજરીવાલ તાનાશાહ અને અહંકારી છે. આપખુદશાહીથી કામ કરે છે.

બળદેવ સિંઘ પંજાબનાં ધારાસભ્ય સુખપાલ સિંઘ ખૈરાનાં નજીકનાં ગણાય છે. ખૈરાએ પણ થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ હતું. તેમણે પણ આક્ષેપ કર્યો હતો કે, કેજરીવાલ આપખુદશાહી રીતે વર્તન કરે છે.

બળદેવ સિંઘે કહ્યું કે, આમ આદમી પાર્ટી તેના મુળ સિંદ્ધાંતોને ભૂલ ગઇ છે. અન્ના હજારેનાં આંદોલન પછી જે સિદ્ધાંતો પર પાર્ટીની રચના થઇ હતી તે ભુલી ગઇ છે.

તેમણે વધુમાં કહ્યું કે, તેમને સૌથી વધુ આઘાત ત્યારે લાગ્યો જ્યારે કેજરીવાલે સુખપાલ સિંઘ ખૈરાને બિનલોકશાહી રીતે વિરોધ પક્ષનાં નેતા તરીકે દૂર કર્યા. આ બિનલોકશાહી ભર્યુ પગલું હતું. પંજાબનાં આપનાં ધારાસભ્યોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા. કેજરીવાલે સુખપાલ સિંઘ અને કન્વર સંઘુને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે, તેઓ પાર્ટી વિરોધની પ્રવૃતિઓ કરે છે.

કેજરીવાલે અકાલી દલનાં નેતા બિક્રમ સિંઘ મજીઠિયાની માંફી માંગી ત્યારે સુખપાલ સિંઘે કેજરીવાલની ટિકા કરી હતી અને કહ્યું હતું કે, ડ્ર્ગ્સનાં આરોપોની માંપી માંગીને કેજરીવાલે તેમના ડબલ સ્ટાન્ડર્ડ દેખાડ્યા છે.

સિંઘે એવો પણ આક્ષેપ કર્યો કે, કેજરીવાલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની કોશિષ કરે છે જે તેમની રાજકીય તકવાદી નીતિ દર્શાવે છે.
First published: January 16, 2019, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading