Home /News /national-international /AAP સરકારમાં આતિશી માર્લેના, સૌરભ ભારદ્વાજ બન્યા મંત્રી, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામાનો સ્વીકાર

AAP સરકારમાં આતિશી માર્લેના, સૌરભ ભારદ્વાજ બન્યા મંત્રી, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામાનો સ્વીકાર

દિલ્હી AAP સરકારમાં બન્યા નવા 2 મંત્રી

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ પર દેશના રાષ્ટ્રપતિએ આતિશી અને સૌરભ ભારદ્વાજને દિલ્હી કેબિનેટમાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્યો આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજને અરવિંદ કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે, "દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ પર દેશના રાષ્ટ્રપતિએ આતિશી અને સૌરભ ભારદ્વાજને દિલ્હી કેબિનેટમાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે."

સૌરભ ભારદ્વાજ હાલમાં AAPના રાષ્ટ્રીય પ્રવક્તા છે અને દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા છે. ગ્રેટર કૈલાશના ધારાસભ્ય ભારદ્વાજ કેજરીવાલ સરકારના પ્રથમ કાર્યકાળમાં મંત્રી પણ હતા. બીજી તરફ, કાલકાજી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી આતિશી સિસોદિયાની એજ્યુકેશન ટીમના મુખ્ય સભ્ય રહી ચૂક્યા છે. તેમણે પૂર્વ દિલ્હી મતવિસ્તારમાંથી 2019ની લોકસભા ચૂંટણી પણ લડી હતી, જો કે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગૌતમ ગંભીર સામે હારી ગયા હતા.

આ પણ વાંચો: મોટો ઝટકો: 20 માર્ચ સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં રહેશે મનીષ સિસોદિયા, તિહાડમાં થશે હોળી

બીજી તરફ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું સ્વીકારી લીધું છે, જેમની ગણતરી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારમાં શક્તિશાળી નેતાઓમાં થાય છે. ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં બંધ સિસોદિયા અને જૈને 28 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. આ અંગે, ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ પર રાષ્ટ્રપતિએ તાત્કાલિક અસરથી દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનું રાજીનામું સ્વીકારી લીધું છે'.

જણાવી દઈએ કે, સિસોદિયા અને જૈનના રાજીનામા બાદ દિલ્હી કેબિનેટમાં બે પદ ખાલી હતા. આ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેબિનેટ મંત્રી તરીકે આતિશી અને ભારદ્વાજના નામની ભલામણ કરી હતી.

આ પણ વાંચો: આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું આ પગલું ચૂંટણીમાં કેટલું રહેશે અસરકારક?

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સીએમ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલી ભલામણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતિશી અને ભારદ્વાજની નિમણૂક ત્યારે જ અસરકારક રહેશે જ્યારે રાષ્ટ્રપતિ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામાનો સ્વીકાર કરશે.
First published:

Tags: Aarvind kejriwal, Delhi government

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો