અલકા લાંબા પાર્ટી છોડવાનું બહાનું શોધતા હતા: AAP

News18 Gujarati
Updated: February 5, 2019, 3:13 PM IST
અલકા લાંબા પાર્ટી છોડવાનું બહાનું શોધતા હતા: AAP
ધારાસભ્ય અલકા લાંબાની ફાઇલ તસવીર

આપે કહ્યું કે ધારાસભ્ય અલકા લાંબા પાર્ટીને છોડવા માંગતા હતા અને તેના માટે કારણો શોધતા હતા

  • Share this:
આમ આદમી પાર્ટી (આપ)ની ધારાસભ્ય અલકા લાંબાએ સોમવારે દાવો કર્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમને ટ્ટિટર પર અનફોલો કરી દીધા છે અને તેમને હાલની સ્થિતિમાં પાર્ટીમાં કામ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. અલકા લાંબાના આ દાવા પર પ્રતિક્રિયા આપતા આપે કહ્યું કે ધારાસભ્ય અલકા લાંબા પાર્ટીને છોડવા માંગતા હતા અને તેના માટે કારણો શોધતા હતા.

આ પહેલા, ગયા વર્ષે ડિસેમ્બરમાં લાંબાએ દાવો કર્યો હતો કે આપે તેમને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીથી ભારત રત્ન પરત લેવાના કથિત પ્રસ્તાવનો વિરોધ કરવાને લઈ રાજીનામું માગ્યું હતું. જોકે, આપે આ દાવાને નકારી દીધો હતો.

ચાંદની ચોકના ધારાસભ્ય અલકા લાંબાએ જણાવ્યું કે, મને એવું લાગે છે કે પાર્ટી હવે મારી સેવા નથી ઈચ્છતી. પરંતુ જ્યાં સુધી ધારાસભ્ય છું, પોતાના મતક્ષેત્રના લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશ. લાંબાએ કહ્યું કે, તેઓએ આપના નેતૃત્વને એક સંદેશ મોકલી એવું પૂછ્યું છે કે તેઓ તેમના પ્રતિ તેમનું વલણ સ્પષ્ટ કરે. તેઓએ દાવો કર્યો હતો કે તેમને પાર્ટીના તમામ ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપથી હટાવી દેવાામાં આવ્યા છે અને કેજરીવાલે ટ્ટિટર પર તેમને અનફોલો કરી દીધા.

આ પણ વાંચો, વારંવાર પાટલી બદલતા ચંદ્રાબાબુ માટે NDAના બારણા કાયમી માટે બંધ: અમિત શાહ

ગયા વર્ષે અહેવાલ આવ્યા હતા કે આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય અલકા લાંબા પાસે તેમના ધારાસભ્ય અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું માગ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે અલકા લાંબા આ વાત પર અડી ગયા હતા કે 1984માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ શીખ વિરોધી હિંસાને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે કોઈ મોટું વૃક્ષ પડે તો ધરતી હલે છે, તેથી કેન્દ્ર સરકારે રાજીવ ગાંધીને આપેલા સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નને પરત લેવા માટે પ્રસ્તાવ પાસ કરવો જોઈએ.
First published: February 5, 2019, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading