દિલ્હી પોલીસથી નારાજ AAPના ચૂંટણી પંચની ઓફિસ બહાર ધરણા

News18 Gujarati
Updated: March 15, 2019, 6:17 PM IST
દિલ્હી પોલીસથી નારાજ AAPના ચૂંટણી પંચની ઓફિસ બહાર ધરણા
News18 Gujarati
Updated: March 15, 2019, 6:17 PM IST
દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેની ખેંચતાણમાં સતત વધારો થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી પોલીસ પર ભાજપના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી છે. આટલુ જ નહી ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવ્યાં છતા સાઉથ દિલ્હીમાં ફરી કોલ સેન્ટર પર દિલ્હી પોલીસના દરોડા અંગે આપ નેતા, દિલ્હીનાં ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને પાર્ટી નેતા સૌરભ ભારદ્વાજ સહિત તમામ નેતાઓ ચૂંટણી પંચની ઓફિસની બહાર ધરણા પર બેસી ગયા છે.

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટિ્વટ કરીને પક્ષનાં નેતાઓ અને કાર્યકર્તાઓને અપીલ કરી છે કે, તમામ MLA અને તમામ લોકો ચૂંટણી પંચ ખાતે પહોંચો. આજે પંચે આપણને જવાબ આપવો જ પડશે કે આપણી પર દરોડ કેમ કરાવવામાં આવે છે. આપણો વાંક શું છે?

 આ પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, દિલ્હીમાં લગાવેલા પોસ્ટરોમાંથી ફક્ત આમ આદમી પાર્ટીને જ ગુમ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ચૂંટણી અધિકારીએ શુક્રવારે કહ્યું કે આચાર સંહિતા લાગુ હોવા છતા દિલ્હીમાં 63,449 પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા છે. સાથે જ 137 FIR એક્સાઈઝ એક્ટ હેઠળ દાખલ કરાઈ છે. આ ઉપરાંત આર્મ્સ એક્ટ હેઠળ 44 કેસ નોંધવામા આવ્યા છે.
First published: March 15, 2019
વધુ વાંચો अगली ख़बर