Home /News /national-international /AAP નેતા અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાને 'યંગ ગ્લોબલ લીડર 2022'ના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા

AAP નેતા અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાને 'યંગ ગ્લોબલ લીડર 2022'ના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા

રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સૌથી યુવા સાંસદ છે, તેઓ પંજાબમાંથી બિનહરીફ રાજ્યસભામાં ચૂંટાયા છે.

Young Global Leader 2022: ભારતીય રાજકારણમાં રાઘવ ચઢ્ઢાનો ઉદય કોઈ ગાથાથી ઓછો નથી. તેમણે દિલ્હીમાં લોકપ્રિય ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ દરમિયાન અરવિંદ કેજરીવાલ સાથેની અનૌપચારિક મુલાકાતથી તેમની યાત્રા શરૂ કરી હતી. તેઓ ટૂંક સમયમાં પાર્ટીના પૂર્ણ-સમય કાર્યકર બની ગયા અને આખરે ચૂંટણી જીતીને દિલ્હી વિધાનસભામાં પહોંચ્યા છે.

વધુ જુઓ ...
  આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાને બુધવારે ફોરમ ઓફ યંગ ગ્લોબલ લીડર્સ કોમ્યુનિટી (Forum of Young Global Leaders Community) દ્વારા યંગ ગ્લોબલ લીડર (Young Global Leader 2022) તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. યંગ ગ્લોબલ લીડર્સ કોમ્યુનિટીનું ફોરમ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) સાથે જોડાયેલું છે. ફોરમ સરહદો અને પ્રદેશો (વૈશ્વિક સ્તરે)ના નેતાઓને વ્યાપક અને લાંબા ગાળાના ભવિષ્યને આકાર આપવા પ્રોત્સાહિત કરે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ને અભિનંદન પાઠવ્યા છે.

  યંગ ગ્લોબલ લીડર્સ કોમ્યુનિટી:

  2004માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પ્રેસિડેન્ટ ક્લાઉસ શ્વાબે વિશ્વમાં વધુને વધુ જટિલ અને પરસ્પર નિર્ભર સમસ્યાઓના નિવારણ માટે ફોરમ ઓફ યંગ ગ્લોબલ લીડર્સની રચના કરી હતી. તેથી યંગ ગ્લોબલ લીડર્સ કોમ્યુનિટી વિશ્વમાં સકારાત્મક પરિવર્તન લાવવાની દ્રષ્ટિ, હિંમત અને પ્રભાવ ધરાવતા પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સક્રિય સમુદાય માટે પ્રોત્સાહન છે.

  આ 1,400 થી વધુ સભ્યો અને 120 રાષ્ટ્રીયતાના ભૂતપૂર્વ એલુમનાઇ (ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ)નો પરિવાર છે. વિશ્વભરના નાગરિક અને વ્યવસાયિક સંશોધકો, ઉદ્યોગસાહસિકો, ટેકનોલોજીના અગ્રણીઓ, શિક્ષકો, કાર્યકરો, કલાકારો, પત્રકારો અને અન્ય લોકો સહિત ફોરમ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના મિશન સાથે જોડાયેલા છે અને વૈશ્વિક જાહેર હિતમાં જાહેર-ખાનગી સહકારને મજબૂત કરવાનો પ્રાયાસ કરે છે.

  AAPના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાને પ્રતિષ્ઠિત સંસ્થા 'વર્લ્ડ ઈકોનોમિક ફોરમ' દ્વારા 'યંગ ગ્લોબલ લીડર 2022'ના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા છે.


  ભારતીય રાજકારણમાં રાઘવ ચઢ્ઢાનો ઉદય કોઈ ગાથાથી ઓછો નથી. તેમણે દિલ્હીમાં લોકપ્રિય ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ દરમિયાન અરવિંદ કેજરીવાલ સાથેની અનૌપચારિક મુલાકાતથી તેમની યાત્રા શરૂ કરી હતી. તેઓ ટૂંક સમયમાં પાર્ટીના પૂર્ણ-સમય કાર્યકર બની ગયા અને આખરે ચૂંટણી જીતીને દિલ્હી વિધાનસભામાં પહોંચ્યા છે.

  આ પણ વાંચો- UKના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, ઉત્સુકતાથી ચરખો ચલાવતા શીખ્યા, જુઓ Video

  રાઘવ ચઢ્ઢા એક વિદ્વાન અને વ્યૂહરચનાકાર છે જેઓ તેમના નમ્ર સ્વભાવ માટે જાણીતા છે. તેમણે તાજેતરમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની ચૂંટણીમાં નેતૃત્વ કર્યું હતું. તેમની દ્રઢતાના ટેકાથી પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી હતી. જ્યાં AAPના પ્રશંસનીય પ્રદર્શનને કારણે અન્ય પક્ષોના મોટા નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો.

  ચઢ્ઢાએ દિલ્હીમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. તેમણે માત્ર રાષ્ટ્ર નિર્માણ તરફ તેમની રાજકીય દ્રષ્ટિ શેર કરી નથી, પરંતુ કેટલાક રાજ્યોમાં ખાસ કરીને નવી દિલ્હી અને પંજાબમાં પાર્ટીના સંગઠનને સશક્ત બનાવ્યું છે.

  તેમનું લાંબા સમયથી ચાલતું મિશન ભારતના યુવાનોને સશક્ત બનાવવા અને રાજકારણમાં સક્રિય ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરવાનું પણ છે. આમ આદમી પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રીય પ્રવક્તા રોજેરોજ ન્યૂઝ ચેનલો પર દિગ્ગજ રાજકારણીઓ સાથે દલીલ કરતા જોઈ શકાય છે. તેમના નમ્ર સ્વભાવ, શાંત સ્વભાવ અને રાજકીય વિષયોના જ્ઞાનના કારણે તેમને ખૂબ જ પ્રશંસક અનુયાયીઓ મળ્યા છે.

  એક ઉત્તમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા રાઘવ ચઢ્ઢા ભારતની બહાર આરામદાયક જીવનનો વિચાર કરી રહ્યા હતા. રાજકારણમાં તેમનો પ્રવેશ એક સંયોગ હતો. તેઓ મોર્ડન સ્કૂલ, બારાખંબા રોડનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન (B.Com) કર્યું અને પછી પ્રથમ પ્રયાસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પૂર્ણ કર્યું હતું. તેમણે ગ્રાન્ટ થોર્ન્ટન, ડેલોઈટ, શ્યામ માલપાણી જેવી જાણીતી બ્રાન્ડ સાથે કામ કર્યું છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખ્યું છે. ત્યારપછી રાઘવ ચઢ્ઢા લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)માં જોડાયા અને ત્યાં બુટિક વેલ્થ મેનેજમેન્ટ ફર્મની સ્થાપના કરી હતી.

  આ પણ વાંચો- ગુજરાત ATS અને DRIને મળી મોટી સફળતા, 5000 કરોડથી પણ વધુનું ડ્રગ્સ ઝડપાયાની આશંકા

  આ એ સમય હતો જ્યારે અન્ના આંદોલન ચરમસીમાએ હતું. આંદોલન તેના છેલ્લા તબક્કામાં હોવાથી અરવિંદ કેજરીવાલે રાજકીય પક્ષ બનાવવો કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો ન હતો. તે દરમિયાન ચઢ્ઢા અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. જેમણે તેમને 2012માં દિલ્હી લોકપાલ બિલનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી. 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPનો ઢંઢેરો બહાર લાવવામાં ચઢ્ઢાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં તેમણે 70 વચનોનો ઉલ્લેખ કર્યો હતો. પક્ષે 70 વિધાનસભા બેઠકોમાંથી 67 બેઠકો જીતીને ભારતના ચૂંટણી રાજકારણના ઈતિહાસમાં મોટી જીત નોંધાવી હતી. યુવા નેતાએ સરકારી કામમાં પણ મદદ કરી અને પાર્ટીએ શિક્ષણ, સમાજ કલ્યાણ, પાણી, વીજળી અને રોજગાર સહિતના મોટા ભાગના વચનો પર સારો દેખાવ કર્યો હતો.

  ત્યારબાદ તેમણે દક્ષિણ દિલ્હી મતવિસ્તારમાંથી 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાગ લીધો હતો. તે સીટ પર બીજા ક્રમે રહ્યા પરંતુ દિલ્હીમાં AAPના તમામ ઉમેદવારોમાં સૌથી વધુ મતદાતા હતા. ફેબ્રુઆરી 2020 માં તેમણે રાજીન્દર નગર મતવિસ્તારમાંથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી અને ભાજપના ઉમેદવાર આરપી સિંહ સામે 20,058 મતોના માર્જિનથી નોંધપાત્ર જીત નોંધાવી હતી.

  દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી તેમને દિલ્હી જલ બોર્ડ (ડીજેબી) ના ઉપાધ્યક્ષનો વધારાનો હવાલો આપવામાં આવ્યો અને દિલ્હી સરકારમાં પાણી વિભાગની જવાબદારી આપવામાં આવી હતી. તેમણે પદ સંભાળતાની સાથે જ જાહેરાત કરી હતી કે દિલ્હી જલ બોર્ડની પ્રથમ પ્રાથમિકતા દિલ્હીના દરેક ઘરમાં ચોવીસ કલાક અને સાત દિવસ પાઈપ દ્વારા શુદ્ધ પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવાની છે. તેમણે નિયત સમયમર્યાદામાં યમુના નદીની સફાઈને પણ પોતાની પ્રાથમિકતાઓમાં રાખી છે.

  તેમણે સ્થાનિક ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે રાજેન્દ્ર નગર વિધાનસભામાં 24X7 હેલ્પલાઇન શરૂ કરી હતી. લોકડાઉન દરમિયાન સ્થાનિક રહેવાસીઓ માટે તેમની પહેલ જીવનરેખા સાબિત થઈ. જેના દ્વારા સેંકડો રહીશોના પ્રશ્નોનું વાસ્તવિક સમયમાં નિરાકરણ કરવામાં આવ્યું હતું.

  રાઘવ ચઢ્ઢાએ શહેરમાં COVID-19 રોગચાળા દરમિયાન તેમના મતવિસ્તારના રહેવાસીઓ માટે ખૂબ જ સખત મહેનત કરી છે.

  સીએમ અરવિંદ કેજરીવાલના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ, રાઘવ ચઢ્ઢાએ સ્વચ્છ રાજકારણ અને સ્વયંસેવકતાના આદર્શોને આગળ વધારવા માટે કામ કર્યું છે. આ જ કારણ છે કે ખૂબ જ ઓછા સમયમાં તેઓ દેશના યુવાનો માટે રોલ મોડલ તરીકે ઉભરી આવ્યા છે. અનેક પ્રસંગોએ તેમણે ઉલ્લેખ કર્યો છે કે તે કેજરીવાલ સ્કૂલ ઓફ પોલિટિક્સનો વિદ્યાર્થી છે.

  આ પણ વાંચો- VIDEO: મુંબઈ ઈન્ડિયન્સની પ્રેક્ટિસમાં 'ત્રીજી શક્તિ'નો હુમલો, જુઓ કેવી રીતે મેદાનમાં ખેલાડીઓએ બચાવ્યો જીવ

  રાઘવ ચઢ્ઢાને 2022 માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પંજાબ એકમ માટે પાર્ટીના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ એક મુશ્કેલ રાજકીય કાર્ય હતું કારણ કે પંજાબ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યું હતું. તેમણે પક્ષને જીતવામાં અને તેમને જનતા સુધી લઈ જવા માટે એક વર્ષથી વધુ સમય સુધી સતત તેમના પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

  ઉમેદવારો પસંદ કરવામાં અને સોશિયલ મીડિયા ઝુંબેશ ચલાવવામાં તેમની મહત્વની ભૂમિકા હતી. પંજાબમાં ઉમેદવારો દ્વારા માઈક્રો મેનેજ્ડ ઝુંબેશ પણ તૈયાર કરવામાં આવી છે. તેમની રાજકીય તેજસ્વીતાની અસર એવી હતી કે મતદારોએ પંજાબનું નેતૃત્વ કરવા માટે આમ આદમી પાર્ટીને પસંદ કરી.

  પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને બે તૃતીયાંશ બહુમતી તરફ દોરી ગયા પછી AAP એ 117માંથી 92 બેઠકો જીતી હતી. આ માટે તેઓ આમ આદમી પાર્ટીના અન્ય ચાર સભ્યો સાથે પંજાબમાંથી બિનહરીફ રાજ્યસભામાં ચૂંટાયા છે. સંસદના ઉપલા ગૃહમાં તેમનો છ વર્ષનો કાર્યકાળ 2022માં શરૂ થાય છે. હવે તેઓ રાજ્યસભામાં સૌથી યુવા સાંસદ છે.

  અરવિંદ કેજરીવાલને તેમના માર્ગદર્શક તરીકે અનુસરીને જેમણે ભારતની રાજકીય ગતિશીલતાને બદલી નાખી છે, તેમના પગલે નેટીઝન્સ તેમને પ્રેમથી ભારતના બદલાતા રાજકારણના ચહેરા તરીકે ઓળખે છે.

  યંગ ગ્લોબલ લીડર્સની ઓળખ એ તેમની અપાર પ્રતિભાની સ્વીકૃતિ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના શબ્દોમાં કહીએ તો, તેઓ પાર્ટીના સૌથી પ્રામાણિક, સમર્પિત, દેશભક્ત અને સ્ટાઇલિશ નેતા છે.

  રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે હું આ સન્માન માટે વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો આભાર માનું છું. યંગ ગ્લોબલ લીડરનું બિરુદ મેળવીને હું ખુશ છું. આ ખિતાબ કેજરીવાલ સ્કૂલ ઓફ પોલિટિક્સનું સન્માન છે જે નવા સશક્ત ભારતનો પાયો નાખે છે અને દેશવાસીઓને સાચી દેશભક્તિ સાથે સેવા કરવાનું શીખવે છે. હું અમારા નેતા અરવિંદ કેજરીવાલ જીનો આભાર માનું છું જેમણે મને આ પ્લેટફોર્મ આપ્યું.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Aam adami party, AAP Party, Aarvind kejriwal, Delhi capitals

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन