Home /News /national-international /MCD Election Result: દિલ્હીની નગરનિગમ ચૂંટણીમાં આપે સત્તા સ્થાપી પણ કેજરીવાલના મંત્રીઓએ નાક કાપ્યું!
MCD Election Result: દિલ્હીની નગરનિગમ ચૂંટણીમાં આપે સત્તા સ્થાપી પણ કેજરીવાલના મંત્રીઓએ નાક કાપ્યું!
આમ આદમી પાર્ટીના મંત્રીઓના વિધાનસભા વિસ્તારમાં ભાજપે ભગવો લહેરાવ્યો
Delhi MCD Election Result: કડક સુરક્ષા વચ્ચે બુધવારે સવારે આઠ વાગ્યાથી રાજધાનીના 42 મતગણતરીના કેન્દ્રો પર કાઉન્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને શરૂઆતના રૂઝાનમાં ભાજપના પક્ષમાં દેખાયું હતું. એક સમયે ભાજપ 107 સીટ પર આગળ હતી અને આપ 95 સીટ પર. જેમ-જેમ મતગણતરી આગળ વધી, તેમ તેમ આપ ભાજપે પછાડીને આગળ નીકળી ગઈ અને અંતે 134 વોર્ડમાં જીત મેળવી હતી. ભાજપને 104 સીટ મળી અને તેણે એક્ઝિટ પોલ કરતાં વધુ સારુ પ્રદર્શન કર્યું.
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ દિલ્હી નગરનિગમ ચૂંટણીમાં બુધવારે 134 સીટ જીતીને ભાજપના 15 વર્ષના શાસનને ખતમ કરી નાંખ્યું છે. એમસીડીના 250 વોર્ડમાં થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 104 સીટ મેળવી હતી, જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 9 સીટ આવી હતી. જો કે, આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતે તેમના મંત્રીઓની શાખ પર સવાલ ઉભા કર્યા છે. કારણ કે, તેમની વિધાનસભા અંતર્ગત આવનારા વોર્ડમાં ભાજપે કબ્જો કરી લીધો છે.
આપના મંત્રીઓનાં ગઢ તૂટ્યાં!
ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાના વિધાનસભા ક્ષેત્રમાં ચારમાંથી ત્રણ સીટ ભાજપે જીતી છે. તિહાડ જેલમાં બંધ મંત્રી સત્યેન્દ્ર જૈનના વિધાનસભા વિસ્તારની ત્રણેય સીટ પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. તેવી જ રીતે મંત્રી કૈલાશ ગેહલોતના વિધાનસભા ક્ષેત્ર નફઝગઢમાં ચારમાંથી ત્રણ સીટ આમ આદમી પાર્ટી હારી ગઈ છે. તો વળી, મંત્રી ગોપાલ રાયના વિધાનસભા ક્ષેત્રમાં પાર્ટીને ચારમાંથી ત્રણ સીટ પર હાર મળી છે.
આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યુ હતુ કે, ‘માત્ર 10 વર્ષ જેટલી જૂની પાર્ટીએ દેશની સૌથી મોટી પાર્ટી ભાજપને તેના જ ગઢમાં માત આપી દીધી છે. પરિણામોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, આમ આદમી પાર્ટી એક કટ્ટર ઇમાનદાર પાર્ટી છે. પરિણામ એટલે પણ નોંધનીય છે, કારણ કે ભાજપે ચૂંટણી પ્રચાર માટે 17 કેન્દ્રિય મંત્રીઓ સહિત મોટા માથાઓને મેદાને ઉતાર્યા હતા.
દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યુ હતુ કે, ‘15 વર્ષની સત્તા વિરોધી લહેર પછી પણ અમારું પ્રદર્શન સારું રહ્યુ છે. અમે નગરનિગમમાં દિલ્હીના લોકો માટે કામ કર્યુ છે, પરંતુ કેટલાક લોકો તેનાથી ખુશ નથી. જો કે, તેમને ભાજપ પર ગુસ્સો પણ નથી.’
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર