કેજરીવાલે સરકારી હોસ્પિટલોમાં શરૂ કરી 'હેપ્પીનેશ થેરેપી'

પ્રતિકાત્મક તસવીર

અરવિંદ કેજરીવાલ સરકારે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ ઝડપથી સાજા થાય તે માટે વિશેષ પ્રકારની હેપ્પીનેશ થેરેપી શરૂ કરી છે.

 • Share this:
  દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ ઝડપથી સાજા થાય તે માટે વિશેષ પ્રકારની હેપ્પીનેશ થેરેપી શરૂ કરી છે.

  આ માટે દિલ્હી સરકારનાં આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હીની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં નવા શરૂ થયેલા હેપ્પીનેશ થેરેપી વિભાગનું ઉદ્ધાટન કર્યુ હતુ. સરકારે એવું જણાવ્યું થે કે, આ હેપ્પીનેશ થેરેપીથી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ ઝડપથી સાજા થશે અને તેમના મનને શાંતિ મળશે.

  આ પાયલોટ પ્રોજેક્ટ દિલ્હીનાં તમામ સરકારી હોસ્પિટલોમાં શરૂ કરવામાં આવશે. આ હેપ્પીનેશ થેરેપી હોસ્પિટમાં આઇસીયું અને ઇમરજન્સીમાં દાખલ હોય તેવા દર્દીઓને બાદ કરતા તમામ દર્દીઓ માટે હશે.

  અરવિંદ કેજરીવાલ સરકારનાં પ્રવક્તાએ જણાવ્યું કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, ડાન્સ થેરેપી અને સંગીત દ્વારા દર્દીને એક નવી ઉર્જા આપવી. દર્દીઓ તેમની ઇચ્છા અનુસાર આ થેરેપીમાં ભાગ લઇ શકશે.

  આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, આ થેરપીમાં હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ અને દર્દીઓ ભેગા મળી ડાન્સ કરશે અને એ રીત દર્દીને હળવાશ અનુભવાશે અને તે ઝડપથી સાજા થશે. દર્દીઓ અને મેડિકલ સ્ટાફ વચ્ચે આત્મિયતા વધશે અને દર્દીઓનું દર્દ ઓછુ થશે’
  Published by:Vijaysinh Parmar
  First published: