Home /News /national-international /

Punjab CM ભગવંત માન એક્શન મોડમાં, ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન નંબર કરશે જાહેર, વોટ્સએપ પર નોંધાશે ફરિયાદ

Punjab CM ભગવંત માન એક્શન મોડમાં, ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન નંબર કરશે જાહેર, વોટ્સએપ પર નોંધાશે ફરિયાદ

"કોઈ લાંચ માંગે,તો આપો, અને અમને વિડીયો મોકલો" - પંજાબ CM માન એક્શન મોડમાં

Punjab CM Bhagwant Mann Announcement : પંજાબમાં ઐતિહાસિક જીત બાદ, ભગવંત માને 16 માર્ચે જ પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમનો શપથ સમારોહ શહીદ ભગતસિંહના ખટકરકલાં ગામમાં યોજાયો હતો

    પંજાબના નવા મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ભગવંત માને (Punjab CM Bhagwant Mann) પદ સંભાળ્યાના પહેલા જ દિવસે મોટી જાહેરાત (Big Announcement) કરી છે. તેમણે રાજ્યના લોકોને કહ્યું કે જો કોઈ સરકારી અધિકારી/કર્મચારી અથવા અન્ય કોઈ વ્યક્તિ પંજાબમાં કોઈપણ કામ માટે લાંચ (Bribe) માંગે તો તેને મનાઈ ન કરશો અને લાંચના પૈસા આપો અને તેનો વીડિયો કે ઓડિયો બનાવો.

    માને એમ પણ કહ્યું હતું કે તે 23 માર્ચ શહીદ દિવસના રોજ એક વિશેષ નંબર જાહેર કરશે. આ તેમનો અંગત વોટ્સએપ નંબર (personal WhatsApp number) હશે. તેના પર તેઓ તમામ લાંચની માંગ સાથે સંબંધિત તમામ ઓડિયો/વિડિયો મોકલી શકે છે. તેમનો સ્ટાફ તેમની તપાસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરશે.

    આ પણ વાંચો : G-23 ને તોડવાનો ફોર્મ્યુલા તૈયાર, યુવા નેતા પર દાવ લગાવશે કોંગ્રેસ હાઇકમાન્ડ, જાણો બધુ જ

    ઉલ્લેખનીય છે કે, પંજાબમાં ઐતિહાસિક જીત બાદ, ભગવંત માને 16 માર્ચે જ પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમનો શપથ સમારોહ શહીદ ભગતસિંહના ખટકરકલાન ગામમાં યોજાયો હતો (Khatkarkalan village of Shaheed Bhagat Singh).

    આ પછી બીજા જ દિવસથી તેઓએ ચૂંટણીમાં આપેલા વાયદા મુજબ કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેમણે ચૂંટણી દરમિયાન એમ પણ કહ્યું હતું કે તેઓ AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની દિલ્હી (Delhi) સરકારની નીતિઓને પંજાબ (Punjab) માં મોટા પ્રમાણમાં લાગુ કરશે.

    અરવિંદ કેજરીવાલે 2013માં દિલ્હીમાં આ જ ફોર્મ્યુલા અજમાવી હતી


    અરવિંદ કેજરીવાલે પણ ડિસેમ્બર 2013માં દિલ્હીમાં આવી જ પહેલ શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લેતી વખતે રામલીલા મેદાન (Ramleeal Medan) ના મંચ પરથી કહ્યું હતું કે, 'કોઈ લાંચ માંગે તો ના પાડશો નહીં. અમે ફોન નંબર આપીશું. તેના પર ફોન કરીને આ વિશે માહિતી આપો. લાંચ માગતા લોકોને પકડાઈ દેશો.

    આ પણ વાંચો:  UP, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં 'હોળાષ્ટક' ને કારણે BJP કરી રહી છે સરકાર ગઠનમાં મોડું

    જો કે કેજરીવાલની આ પહેલી સરકાર માત્ર 48 દિવસ જ ચાલી શકી. તેમણે કેન્દ્ર સરકારનો વિરોધ કરતાં રાજીનામું આપ્યું હતું. આ પછી, ફેબ્રુઆરી 2015 માં, જ્યારે તેઓ સતત બીજી વખત ચૂંટાયા, ત્યારે તેમણે દિલ્હીમાં ભ્રષ્ટાચાર (corruption in Delhi) અને લાંચને રોકવા માટે પોતાની રીતે અસરકારક પગલાં લીધા. આવા કાર્યોના આધારે તેમણે ફેબ્રુઆરી 2020માં ત્રીજી વખત દિલ્હીની સત્તા જીતી. હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમના પગલે ચાલવાના સંકેત આપી રહ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) પર પણ આવી સરખામણીઓ થઈ રહી છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Aaam Aadmi Party, Aarvind kejriwal, Bhagwant mann, Punjab cm, પંજાબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन