નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના (AAP) સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (arvind kejriwal)કહ્યું કે તેને લોકો ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે ભગત સિંહના (bhagat singh)શિષ્ય છે અને જે રીતે અંગ્રેજોએ તેમને આતંકી કહ્યા હતા બરાબર તેવી જ રીતે તેમની સાથે બધા રાજનીતિ દળો કરી રહ્યા છે. જણાવી દઈએ કે કેજરીવાલની આ ટિપ્પણી કુમાર વિશ્વાસના એવા આરોપ પછી આવી કે જેમા તેમને આતંકીઓના સમર્થક કહેવામાં આવ્યા હતા.
કેજરીવાલે સમાચાર એજન્સી ANI સાથે વાતચીત કરતા કહ્યું કે 100 વર્ષ પહેલા ભગત સિંહને અંગ્રેજોએ આતંકવાદી કહ્યો હતો. હું ભગત સિંહનો કટ્ટર અનુયાયી છું. આજે ઇતિહાસ ફરી બની રહ્યો છે. ભગત સિંહના શિષ્યને આતંકવાદી બનાવવા માટે આ બધા ભ્રષ્ટ લોકોએ મળીને કામ કર્યું છે પણ લોકો હકીકત જાણે છે.
#WATCH | AAP Convener Arvind Kejriwal responds to allegations of his former party colleague & poet Kumar Vishwas.
"This is comedy. If their allegations are to be believed, I am a big terrorist. In this case, what were security agencies doing in last 10 years," he says. pic.twitter.com/G2Nzws2VCe
કેજરીવાલે વધુમાં કહ્યું કે આ કોમેડી છે. જો તેમના આરોપોને માનવામાં આવે તો હું ઘણો મોટો આતંકવાદી છું. આ મામલામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા એજન્સીઓ શું કરી રહી હતી. દિલ્હી પોલીસ, ઇડી, આયકર અને અન્ય એન્જસીઓએ છેલ્લા 7 વર્ષોમાં મારા કાર્યાલય અને આવાસ પર રેડ કરી હતી પણ કોઇ એજન્સી મારી સામે કશું પણ શોધી શકી ન હતી. પછી એક દિવસ કવિ ઉભો થયો અને કવિતા વાંચી. આભાર તે શાયરનો જેણે આટલા મોટા આતંકીને પકડ્યો.
કુમાર વિશ્વાસે આરોપ લગાવ્યો હતો
તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ બુધવારે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના સંસ્થાપક સદસ્યોમાંથી એક કુમાર વિશ્વાસે આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબના સીએમ કે ખાલિસ્તાનના પીએમ બનવા માંગે છે. વીડિયોમાં ભાજપાએ કહ્યું કે કુમાર વિશ્વાસને અરવિંદ કેજરીવાલ સાથે પોતાની વાતચીતને યાદ કરતા સાંભળી શકાય છે. જોકે આ દરમિયાન વિશ્વાસે કેજરીવાલનું નામ લીધું ન હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર