Home /News /national-international /હિમાચલ પ્રદેશમાં કેજરીવાલને ઝટકો: AAP ઉમેદવારોની જમાનત જપ્ત, NOTA કરતા પણ ઓછા મત મળ્યા
હિમાચલ પ્રદેશમાં કેજરીવાલને ઝટકો: AAP ઉમેદવારોની જમાનત જપ્ત, NOTA કરતા પણ ઓછા મત મળ્યા
હિમાચલ વિધાનસભા ચૂંટણી
Himachal Pradesh Election Result: હિમાચલ પ્રદેશમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીને માત્ર 1.10 ટકા જ વોટ મળ્યા છે અને તે પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. ઘણી સીટો પર તો તેને NOTA કરતા ઓછા વોટ મળ્યા છે.
શિમલા: હિમાચલ પ્રદેશમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીને માત્ર 1.10 ટકા જ વોટ મળ્યા છે અને તે પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. ઘણી સીટો પર તો તેને NOTA કરતા ઓછા વોટ મળ્યા છે. 'નન ઓફ ધ અબોવ' (NOTA) વિકલ્પ મતદારોને તે સૂચવવા માટે પરવાનગી આપે છે કે, તેઓ ઉપલબ્ધ વિકલ્પોમાંથી મત આપવા માંગતા નથી. આમ, NOTAની ટકાવારી 0.60 આસપાસ હતી. કસુમ્પ્ટી, ચૌપાલ, અરકી, ચંબા અને ચુરાહ જેવા મતવિસ્તારોમાં લોકોએ AAP કરતાં NOTA ને વધારે પસંદ કર્યું હતું.
હિમાચલ પ્રદેશમાં આપનું ખાતું પણ ના ખુલ્યું
હિમાચલ પ્રદેશમાં આ નબળા દેખાવે રાજ્યમાં મજબૂત ત્રીજી શક્તિ તરીકે ઉભરી આવવાની આમ આદમી પાર્ટીની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ લગભગ ચાર દાયકાઓથી રાજ્યમાં વારાફરતી શાસન કરે છે. AAPએ 12 નવેમ્બરની ચૂંટણીના એક મહિના પહેલા પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે રેલીઓ અને રોડ-શો દ્વારા જોરદાર રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો. પરંતુ પાર્ટી અંત સુધી ગતિ જાળવી રાખવામાં નિષ્ફળ નિવડી. કારણ કે, પાર્ટીનું ખાસ ધ્યાન અને નેતૃત્વ ગુજરાત પર હતું.
કોઈ સામૂહિક નેતાની ગેરહાજરીથી કાર્યકરો નિરાશ થયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડ તથા મનીષ સિસોદિયાના ઘર પર દરોડાઓએ ઉમેદવારોના ઉત્સાહને વધુ મંદ કરી દીધો હતો. પક્ષે દરંગ વિધાનસભા મતવિસ્તાર સિવાય 68 માંથી 67 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ મુખ્યમંત્રી પદના ચહેરા પર મૌન જાળવ્યું હતું. આ સાથે રાજ્યમાં પ્રચાર કરવા માટે પણ કોઈ મોટા નેતા આવ્યા નહોતા. જે તેમની હારનું મોટું કારણ હોઈ શકે.
AAPના પ્રદેશ અધ્યક્ષ સુરજીત સિંહ ઠાકુરે ન્યૂઝ એજન્સીથી વાત કરતા કહ્યું કે, ‘અમે પાઓંટા સાહિબ, ઈન્દોરા અને નાલાગઢમાં સારા પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા હતા, પરંતુ પરિણામો અનુકૂળ નહોતા. અમે હમણાં જ શરૂઆત કરી છે, અને હજી ઘણી લાંબી સફર કાપવાની બાકી છે. આ અમારી પ્રથમ ચૂંટણી છે, છેલ્લી નથી. તેમણે કહ્યું કે, ‘રાજ્યમાં સંગઠનને વધુ મજબૂત કરવામાં આવશે.’
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર