Home /News /national-international /ગંભીર પર આપત્તિજનક પત્રિકા વહેંચી હોવાનો આક્ષેપ,ગંભીરે કહ્યું, 'આક્ષેપ સાબિત કરે આપ'

ગંભીર પર આપત્તિજનક પત્રિકા વહેંચી હોવાનો આક્ષેપ,ગંભીરે કહ્યું, 'આક્ષેપ સાબિત કરે આપ'

પૂર્વ દિલ્હી લોકસભા બેઠકની આપ પાર્ટીની ઉમેદવાર આતિશી

દિલ્હી પૂર્વ લોકસભા બેઠકની આમ આદમી પાર્ટીની ઉમેદવાર આતિશી એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન રડી પડી હતી. આતિશીએ પોતાના વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી વાળા પેમ્પલેટ વહેંચવાનો આક્ષેપ ગૌતમ ગંભીર પર મૂક્યો છે.

  ન્યૂઝ 18 ગુજરાતી : દિલ્હીની લોકસભાની પૂર્વ બેઠકની આમ આદમી પાર્ટીની ઉમેદવાર આતિશી મારલેના એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન રડી પડી હતી. આતિશીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌતમ ગંભીર પર પોતાના વિરુદ્ધ આપત્તિજનક લખાણ વાળી પેમ્પલેચ વહેંચવાનો આક્ષેપ કર્યો છે. આ માહિતી આપવા માટે યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં રાજ્યના ઉપમુખ્ય મંત્રી મનિષ સિસોદીયાની હાજરીમાં આતિશી રડી પડી હતી.

  પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આતિશીએ આક્ષેપ મૂક્યો હતો કે ગૌતમ ગંભીર ચૂંટણીમાં કેટલું પડી શકે છે તેનું ઉદાહરણ ગંભીર અને ભાજપે પુરૂ પાડ્યું છે. ગૌતમ ગંભીરે સમગ્ર વિસ્તારમાં આ પેમ્ફલેટ વહેંચ્યા છે. આતિશીએ કહ્યું કે મારા જેવી વ્યક્તિ રાજકારણમાં પૈસા માટે નથી આવી.

  જોકે, આ મુદ્દે ગૌતમ ગંભીર ટ્વીટ કરીને પલટ વાર કર્યો છે. ગંભીરે કહ્યું છે કે આપ આરોપ સાબીત કરી આપે તો હું ઉમેદવારી પાછી ખેંચી લઈશ. ગૌતમ ગંભીરે આપનાઆક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.  આમ આદમી પાર્ટીએ આક્ષેપ મૂક્યો હતો કે આતિશી વિશે પેમ્ફલેટમાં અશોભનીય ભાષાનો પ્રયોગ કરાયો છે. સમગ્ર મામલે ઉપમુખ્ય મંત્રી મનિષ સિસોદીયાએ ગૌતમ ગંભીર પર નિશાન તાક્યું છે. સિસોદિયાએ લખ્યું છે કે ગંભીરે કહ્યું છે કે તમે મારી અને આતિશી વિરુદ્ધ પેમ્ફલેટ વહેંચીને ચૂંટણી જીતવા માંગો છો પરંતુ પૂર્વ દિલ્હીની જનતા મને અને આતિશીની જાણે છે. આ પત્રિકાના માધ્યમથી તમે છતું કરી દીધું છે કે તમારૂ કેરેક્ટર કેવું છે.  દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગૌતમ ગંભીર આટલી હદે નીચે જશે તે વિચાર્યુ નહોતું. કેજરીવાલે કહ્યું કે જો આવી વિચારધારા વાળી વ્યક્તિ ચૂંટણી જીતી જાય તો આ સ્થિતિમાં એક મહિલા પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત અનુભવશે? આતિશી તમે મજબૂત રહેજો, મને ખબર છે આ મુશ્કેલ સમય છે પરંતુ તમારે લડવું પડશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Loksabha elections 2019, આપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन