દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે AAP, 6 સીટ પર ઉમેદવાર જાહેર કર્યા

News18 Gujarati
Updated: March 2, 2019, 2:37 PM IST
દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે AAP, 6 સીટ પર ઉમેદવાર જાહેર કર્યા
આમ આદમી પાર્ટીએ 6 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા હતા.

દિલ્હીના સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીએ 7 દિલ્હીની સાત લોકસભા બેઠકોમાંથી 6 માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે. દિલ્હી પશ્ચિમ બેઠકના ઉમેદવારની જાહેરાત બાકી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ શનિવારે લોકસભાની ચૂંટણી દિલ્હીમાં એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં પાર્ટીએ 7 લોકસભા બેઠકોમાંથી 6 બેઠકના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. પાર્ટીએ દિલ્હી પૂર્વમાંથી આતિશી માર્લેના, દક્ષિણમાંથી રાઘવ ચઢ્ઢા, ચાંદની ચોકથી પંકજ ગુપ્તા, ઉત્તર પૂર્વ દિલ્હીમાંથી દિલીપ પાંડે, ઉત્તર પશ્ચિમ દિલ્હી બેક પરથી ગગન સિંહ અને નવી દિલ્હી લોકસભા બેઠક માટે બૃજેશ ગોયલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સાતમી બેઠક પશ્ચિમ દિલ્હીના ઉમેદવાર હજુ નક્કી કરાયા નથી.

અગાઉ એવી ચર્ચા હતી કે ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લડશે. જોકે, સીટોની વહેંચણીના મુદ્દે સંમતિ સધાઈ ન હોવાથી હવે દિલ્હીમાં આપ એકલા હાથે ચૂંટણી લડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, તેલુગૂ દેશમ પાર્ટી TDP અને તૃણમુલ કોંગ્રેસ સુપ્રીમ મમતા બેનર્જી સહિત અનેક નેતાઓએ શરદ પવારના ઘરે યોજાયેલી એક બેઠકમાં કોંગ્રેસ આપના ગઠબંધન અંગે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: F-16 ક્રેશ થતાં પોતાની જમીન પર ઉતર્યો હતો પાક. પાયલટ, ભીડે ભારતીય સમજીને ઉતાર્યો મોતને ઘાટ

સૂત્રોના જણાવ્યા મુજબ, એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બે ફોર્મ્યુલા પર ચર્ચા થઈ રહી હતી. પ્રથમ ફોર્મ્યુલા એ હતો કે બંને પક્ષ 4:3ના ફોર્મ્યુલાથી ચૂંટણી લડે જેમાં 4 બેઠકો પર આપ અને 3 બેઠક પર કોંગ્રેસ લડે. બીજો ફોર્મ્યુલા 3:3:1નો હતો જેમાં ત્રણ ત્રણ બેઠક પર બંને પક્ષ પોતાના ઉમેદવારને ઉતારે અને બાકીની એક બેઠક પર બંને પાર્ટીના સમર્થિત ઉમેદવારને ઉતારવામાં આવે.જોકે, આ બેમાંથી એક પણ ફોર્મ્યુલા પર સંમતિ સધાઈ નહોતી.

સૂત્રોના મતે આમ આદમી પાર્ટી દિલ્હીમાં ત્રણથી વધુ અને પંજાબમાં ચાર સીટો પર ચૂંટણી લડવા માગતી હતી. ઉપરાંત ચંડીગઢ બેઠક પર પણ દાવો કરી રહી હતી.
આ પણ વાંચો: સુષ્મા સ્વરાજે OICના મંચ પરથી પાકિસ્તાનને ફટકાર્યુ, જાણો 7 ખાસ વાત

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી કરવામાં આવેલા સરવેમાં એ હકીકત બહાર આવી હતી કે જો બંને પક્ષ અલગ અલગ ચૂંટણી લડે તો તેનો સીધો ફાયદો ભાજપને થાય તેમ હતો.

આ પણ વાંચો: વિંગ કમાન્ડરની ઘર વાપસી પર PM મોદીએ કહ્યું- હવે અભિનંદનનો અર્થ જ બદલાઈ જશે

ઉલ્લેખનીય છે કે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શિલા દીક્ષિતે આમ આદમી પાર્ટી સાથે કોઈ પણ પ્રકારના ગઠબંધનનો ઇન્કાર કરી દીધો હતો. શીલા દીક્ષિતના મતે કોંગ્રેસ એકલા હાથે લડી લેવામાં સક્ષમ હોવાથી તેમણે આ ગઠબંધન કરવાનો ઇન્કાર કર્યો હતો.
First published: March 2, 2019, 2:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading