આમ આદમી પાર્ટીને કથિત રીતે સરકારી વિજ્ઞાપનોની આડમાં તેમની રાજકીય જાહેરાતોને પ્રકાશિત કરવા માટે 163.62 કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાના મુખ્ય સચિવે સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત રાજકીય જાહેરાતો માટે આપે 97 કરોડ રૂપિયા વસૂલવાનો નિર્દેશ આપ્યો હતો. જે એક મહિના બાદ આ ઘટનાક્રમ જોવા મળ્યો છે. સૂત્રોએ કહ્યું કે, સૂચના અને પ્રચાર નિર્દેશાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં રકમ પર લાગેલું વ્યાજ પણ સામેલ છે અને દિલ્હીમાં સત્તાધારી આપે માટે 10 દિવસની અંદર સમગ્ર રકમની ચુકવણી કરવી ફરજિયાત છે.
જો કે, હાલમાં દિલ્હી સરકાર તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી. તો વળી એક સૂત્રએ કહ્યું કે, જો આપ સંયોજક અરવિંદ કેજરીવાલ સમય પર પૈસા જમા કરાવશે નહીં તો, દિલ્હી એલજી પહેલાના આદેશ અનુસાર, પાર્ટીની સંપત્તિ પર કુર્કી સહિત તમામ કાનૂની કાર્યવાહી કરશે.
163.62 કરોડ રૂપિયા વસૂલીનો આદેશ
સૂત્રોએ જણાવ્યું છે કે, ગત મહિને જાહેર થયેલા એલજીના આદેશ બાદ ડીઆઈપીએ આપના સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી ખજાનામાંથી સરકારી જાહેરાતોની આડમાં પાર્ટી માટે પ્રકાશિત જાહેરાતો માટે 163.62 કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ ફટકારી છે. જાણકારી અનુસાર, 99.31 કરોડ રૂપિયા માર્ચ 31 2017 સુધી રાજકીય જાહેરાતો પર ખર્ચ કર્યો, બાકીની રકમ પર દંડાત્મક વ્યાજના કારણે 64. 31 કરોડ રૂપિયા છે, એટલે કે આ કુલ રકમ હવે 163.62 કરોડ રૂપિયા થાય છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર