આ નેતાએ રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરાના રિલેશન પર મહોર લગાવી, ટૂંક સમયમાં કરશે સગાઈ
parineeti chopra and raghav chadha
લગ્ન અને સગાઈના દાવાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજીવ અરોડાએ પોતાના ટ્વીટથી હલચલ મચાવી દીધી છે. તેમણે મંગળવારે રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપડાની તસવીર શેર કરતા બંનેના રિલેશનશિપ પર મોહર લગાવી દીધી છે.
નવી દિલ્હી: ફિલ્મ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા ડિનર પર સાથે દેખાયા તો, ચારેતરફ ડેટિંગના સમાચાર છવાઈ ગયા. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, પરિણીતિ અને રાઘવ એકબીજાને ડેટ કરી રહ્યા છે. કહેવાય છે કે, આ બંનેના લગ્નની વાતો ચગી રહી છે. જો કે, પરિણીતિ અને રાઘવે આના પર કોઈ નિવેદન આપ્યું નથી.
લગ્ન અને સગાઈના દાવાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજીવ અરોડાએ પોતાના ટ્વીટથી હલચલ મચાવી દીધી છે. તેમણે મંગળવારે રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપડાની તસવીર શેર કરતા બંનેના રિલેશનશિપ પર મોહર લગાવી દીધી છે.
સંજીવ અરોડાએ ટ્વિટ કર્યું છે કે, હું રાઘવ ચઢ્ઢા અને પરિણીત ચોપરાને દિલથી મુબારકબાદ આપું છું, તેઓ બંને એક થવા પર ખૂબ પ્રેમ અને ખુશીઓ મળે. મારા તરફથી શુભકામનાઓ. સંજીવ અરોડાના આ ટ્વિટ પર લોકો ખૂબ રિએકશન આપી રહ્યા છે.
થોડા દિવસ પહેલા જ્યારે રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપડા પહેલી વાર એક સાથે રેસ્ટોરન્ટ બારમાં સ્પોટ થયા તો, ચારેતરફ બંનેના સંબંધોને લઈને ક્યાસ લગાવામાં આવી રહ્યા હતા. બાદમાં રાઘવ ચઢ્ઢાએ સંસદની બહાર પરિણીતિને લઈને પુછાયેલા સવાલ પર કહ્યું હતું કે, રાજનીતિને લઈને સવાર કરો , પરિણીતિને લઈને નહીં.
રિપોર્ટ્સ અનુસાર, પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ ટૂંક સમયમાં થઈ શકે છે. બંનેના પરિવારવાળા આ સંબંધથી ખુશ છે. દાવો તો એવો પણ કર્યો છે કે, પરિવારોની વચ્ચે લગ્ને લઈને ચર્ચા શરુ થઈ ગઈ છે. જો કે, લગ્નમાં સમય લાગશે તેવી વાત પણ થઈ રહી છે, કારણ કે પરિણીતિ અને રાઘવ બંને પોતપોતાના કામમાં વ્યસ્ત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર