Home /News /national-international /પંજાબમાં 300 યૂનિટ મફત વીજળી આપવાનો AAP ના વાયદો હાલ અભરાઇએ, PSPCL એ હાથ અદ્ધર કરી દીધા

પંજાબમાં 300 યૂનિટ મફત વીજળી આપવાનો AAP ના વાયદો હાલ અભરાઇએ, PSPCL એ હાથ અદ્ધર કરી દીધા

ભગવંત માન (CM Bhagwant Mann)સરકાર જો લોકોને કરેલા ચૂંટણી વાયદા પુરા કરે તો તેમના પર 5000 કરોડ રૂપિયાનો વધારાનો ભાર ઉઠાવવો પડશે

300 units free electricity - વધી રહેલા તાપમાન સાથે પંજાબમાં વીજળીની ખપત પહેલા જ 8000 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. આગામી એક મહિનામાં ઘઉંની કાપણી અને ધાનની વાવણીની મોસમ શરૂ થતાની સાથે જ વીજળીની માંગ 15000 મેગાવોટ સુધી પહોંચવાની આશા છે

વધુ જુઓ ...
ચંદીગઢ : પંજાબમાં વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election)દરમિયાન જનતાને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)દ્વારા 300 યૂનિટ મફત વીજળી (300 units free electricity)આપવાનો વાયદો કર્યો હતો. જોકે આ હાલ પુરતો અભરાઇએ ચડાવી દેવામાં આવ્યો છે. આ મામલે વીજળી વિભાગના અધિકારીઓ પાસેથી ફિડબેક મળ્યો છે. જે પ્રમાણે ભગવંત માન સરકાર હાલ પંજાબના લોકોને 300 યૂનિટ મફત વીજળી આપવાની સ્થિતિમાં નથી. ભગવંત માન (CM Bhagwant Mann)સરકાર જો લોકોને કરેલા ચૂંટણી વાયદા પુરા કરે તો તેમના પર 5000 કરોડ રૂપિયાનો વધારાનો ભાર ઉઠાવવો પડશે.

ઇકોનોમિક્સ ટાઇમ્સના એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યું છે કે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL)ના અધિકારીઓએ આમ આદમી પાર્ટીની સરકારને સલાહ આપી છે કે વીજળી મફત કરવાના વાયદાને ગરમીની સિઝનમાં લાગુ કરવાના બદલે ચોમાસામાં લાગુ કરવો જોઈએ. કોલસાના સંકટના કારણે પંજાબમાં વીજળી સંકટ ગમે ત્યારે આવી શકે છે. જોકે માન સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ સંકેત આપ્યો છે કે આપ મફત વીજળી આપવાના પોતાના વાયદાથી પાછળ હટવા તૈયાર નથી. તે 73.39 લાખ ગ્રાહકોને કોઇપણ કિંમત પર 300 યૂનિટ મફત વીજળી ઉપલબ્ધ કરાવવા માંગે છે.

આ પણ વાંચો - હાથમાં મહેંદી અને નખ પર ફોર્મ્યુલા લખીને વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા ચોરી, પ્રોફેસર પણ રહી ગયા ચકિત

ગરમીમાં મફત વીજળી યોજના લાગુ કરવી શક્ય નથી - PSPCL

આમ આદમી પાર્ટીના શીર્ષ નેતા મફત વીજળીના વાયદાને લાગુ કરવા માટે દ્રઢ છે પણ દેવામાં ડુબેલી પીએસપીસીએલે સંદેશો આપ્યો છે કે ગરમીની સિઝન પુરી થયા પછી જ આ સ્કીમને લાગુ કરવી જોઈએ. વધી રહેલા તાપમાન સાથે પંજાબમાં વીજળીની ખપત પહેલા જ 8000 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. આગામી એક મહિનામાં ઘઉંની કાપણી અને ધાનની વાવણીની મોસમ શરૂ થતાની સાથે જ વીજળીની માંગ 15000 મેગાવોટ સુધી પહોંચવાની આશા છે. સૂત્રોના મતે PSPCL એ ભગવંત માન સરકારને આ વિશે જાણ કરી છે કે વીજળીના અંધાધુંધ પ્રયોગથી માંગમાં વધારો થઇ શકે છે.

પંજાબના વીજળી સંયંત્ર પોતાની ક્ષમતાથી ઓછું ઉત્પાદન કરી રહ્યા છે

કોલસાની કમીના કારણે ચાર તાપીય એકમો બંધ થવાથી રાજ્યમાં 1400 મેગાવોટ વીજળનું ઉત્પાદન ઓછું થઇ રહ્યું છે. જીવીકે થર્મલ પાવર પ્લાન્ટના બે એકમો બંધ છે જ્યારે માનસામાં તલવંડી સાબો પાવર લિમિટેડનું એક એકમ ટેકનિકી ખરાબીના કારણે બંધ છે. રોપડમાં ગુરુ ગોબિંદ સિંહ સુપર થર્પલ પ્લાટનું એક એક વાર્ષિક મરામત્ત માટે બંધ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પીએસપીસીએલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે વીજળી મફત આપવાના નિર્ણયનું હાલ આકલન કરવાની જરૂર છે. આ રીતની સ્કીમને લાગુ કરવા માટે ગરમીની સિઝન બિલકુલ પણ યોગ્ય સમય નથી. તેને ચોમાસામાં લાગુ કરી શકાય છે.
First published:

Tags: Aaam Aadmi Party, Punjab Politics, પંજાબ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો