Home /News /national-international /Aaj Nu Panchang 13 જુલાઇ 2022: આજે છે ગુરુપૂર્ણિમા ઉત્સવ, જાણો શુભ-અશુભ સમય અને રાહુકાળ

Aaj Nu Panchang 13 જુલાઇ 2022: આજે છે ગુરુપૂર્ણિમા ઉત્સવ, જાણો શુભ-અશુભ સમય અને રાહુકાળ

આજનું પંચાંગ

આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 13મી જુલાઈ બુધવાર છે. આજે અષાઢ પૂર્ણિમા તિથિ છે. આજે ગુરુ પૂર્ણિમાનો તહેવાર છે, સાથે જ આ દિવસે લોકો બુધવારે ઉપવાસ પણ રાખે છે. જાણો, શું છે ગુરુ પૂર્ણિમા અને બુધવારે વ્રતનું મહત્વ.

ઘર્મભક્તિ ડેસ્ક: જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi) 13 જુલાઈ 2022, બુધવાર (Todays Panchang) આજે પોતાના ગુરૂ પ્રત્યે પૂજ્યભાવ અર્પણ કરવાનો દિવસ છે. ગુરૂદેવનું પૂજન કરી તેમના આશીર્વાદ મેળવવાનો અવસર છે. કોઈને ગુરૂ કરવા એટલે તેમના માર્ગદર્શન હેઠળ જ્ઞાન પ્રાપ્ત (Aaj Nu panchang) કરવું. અધ્યાત્મ ગુરૂ અને લૌકીક ગુરૂ એમ બે પ્રકારના ગુરૂ કરવા જોઈએ. અધ્યાત્મ ગુરૂ ક્યારેય બદલાતા નથી પણ લૌકીક ગુરૂ જુદા જુદા ક્ષેત્રો પ્રમાણે બદલાતા હોય છે. વ્યવહાર જગતમાં શિક્ષણ, વ્યવસાય, હુન્નર, કળા વગેરે ક્ષેત્રના ગુરૂ વિવિધ તબક્કે ભલે બદલાય પણ ગુરૂનું મહત્ત્વ તલભાર ઓછું થતું નથી. ગુરૂ કરવા એટલે જીવનમાં કંઈક શીખવાનો સંકલ્પ કરવો. આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક લોકો પાસેથી અનેકવિધ જ્ઞાન મેળવીએ છીએ, કંઈક શીખીએ છીએ. જેમની પાસેથી આપણે કંઈક શીખ્યા છીએ તે આપણા ગુરૂ છે. એક પ્રકારે, દરેક મનુષ્યએ ‘શિષ્ય’ થવું અને દરેક મનુષ્યએ ગુરૂ પણ થવું. શિષ્ય થવું એટલે સતત કંઈક શીખતા રહેવું અને ‘ગુરૂ’ થવું એટલે આપણે એવા બનીએ કે જેથી, આપણી પાસેથી કોઈક કંઈક યથાર્થ શીખી શકે. ગુરૂદેવો ભવ.

હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશનો માનવામાં આવે છે. ગણેશજીના ભક્તો શ્રદ્ધાપૂર્વક પૂજા અને ઉપવાસ કરે છે. બુધવારે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન ગણેશની મૂર્તિ પૂજા સ્થાન પર સ્થાપિત કરો. ગણેશજીની મૂર્તિને ફૂલ, દીવો, ધૂપ, દીવો, કપૂર, ચંદન વગેરેથી પૂજા કરો. મોદન અર્પણ કર્યા પછી ગણેશજીનું ધ્યાન કરતી વખતે 'ઓમ ગમ ગણપતયે નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો. બુધવાર વ્રતની વાર્તા વાંચો. એવું માનવામાં આવે છે કે જે લોકો બુધવારે વ્રત રાખે છે તેમના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કીર્તિ જળવાઈ રહે છે. જીવનના તમામ દુ:ખ, મુસીબતો, પરેશાનીઓ દૂર થઈ જાય છે.

આ પણ વાંચો-રાજયોગ સાથે જન્મે છે આ 3 રાશિનાં જાતકો, જીવનમાં નથી હોતી ક્યારેય ધન-સંપત્તિની કમી

ચંદ્રમાસ – અષાઢ સુદ પૂર્ણિમા (ગુરૂપુનમ)
ચંદ્રરાશિ – ધન (ભ,ધ,ફ,ઢ)
નક્ષત્ર – પૂર્વાષાઢ
યોગ – ઈન્દ્ર, બપોરે 12.45થી વૈધૃતિ
કરણ – વિષ્ટી, બપોરે 2.06થી બવ
બ્રહ્મમુહૂર્ત - સવારે 4.39 થી 5.22 (પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
સૂર્યોદય - સવારે 6.03
સૂર્યાસ્ત- સાંજે 7.19
ચંદ્રોદય – સાંજે 7.12
ચંદ્રાસ્ત – વહેલી સવારે 5.19
ગોધૂલી - સાંજે 7.07થી 7.31 (શુભ)
ગુલીક – સવારે 11.05થી 12.43, રાત્રે 3.25થી 4.26
યમઘંટક – સવારે 8.37થી 9.26
રાહુકાળ – બપોરે 12.00થી 1.30
વિજય મુહૂર્ત - બપોરે 12.32થી 12.56 (શુભ)

આજના દિવસનું વિશેષ -
• આજે ગુરૂપૂર્ણિમા (વ્યાસપૂર્ણિમા)
• સૌરાષ્ટ્રમાં મોળાકત વ્રતનું જાગરણ
• શુભ ચોઘડીયા – સવારે 6.10થી 9.28,
સવારે 11.06થી 12.45, સાંજે 5.41થી 7.19

First published:

Tags: Aaj nu panchang, Todays Panchang