Home /News /national-international /‘તેનું ગળું કાપવું સરળ હતું, મૃતદેહને ઠેકાણે પાડવું નહીં’- શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબનું ચોંકાવનારું નિવેદન –

‘તેનું ગળું કાપવું સરળ હતું, મૃતદેહને ઠેકાણે પાડવું નહીં’- શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબનું ચોંકાવનારું નિવેદન –

શ્રધ્ધા હત્યા કેસ

Delhi Murder Case: દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસમાં આરોપી આફતાબે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે તેને સૌથી વધારે તકલીફ ક્યાં પડી હતી.

  Shraddha Murder Case: દિલ્હીમાં એક પ્રેમીએ તેની જ લિવ ઇન પાર્ટનર અને પ્રેમિકાની હત્યા (Delhi Shraddha Murder Case) કરીને તેના શરીરના 35 ટુકડા કરી શહેરના અલગ-અલગ ભાગોમાં ફેંકી દેવાની ઘટનાના પગલે ભારે ચકચાર મચી છે. આ કેસમાં પોલીસે આરોપી આફતાબ અમીન પૂનાવાલા (Aaftab Amin Punawala)ની ધરપકડ કરી લીધી છે અને તેની કડક પૂછપરછ અને કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પૂછપરછ દરમિયાન આફતાબે (aaftab Shocking Statement) પોલીસને જણાવ્યું કે, તેનું (શ્રદ્ધાનું) ગળું દબાવવું સરળ હતું, પરંતુ તેના મૃતદેહમાંથી છૂટકારો મેળવવો અઘરો હતો. તે માટે તેણે ઇન્ટરનેટની મદદ લીધી અને લાશના ટુકડા (chopped body in 35 pieces) કરીને ઠેકાણે કરવાનો વિકલ્પ તેને શ્રેષ્ઠ લાગ્યો હતો. આ માટે તેણે તેના ફેવરીટ અમેરિકન ક્રાઇમ ટીવી શો ડેક્સ્ટરની મદદ લીધી હતી.

  Shraddha Murder Case (4)
  Shraddha Murder Case (4)


  ગર્લફ્રેન્ડના શરીરના કર્યા ટુકડા

  પૂનાવાલાએ સૌ પ્રથમ 300 લિટરની કેપેસિટી ધરાવતું ફ્રીજ ખરીદ્યું હતું. થોડા વર્ષો પહેલા 28 વર્ષીય આફતાબે શેફ તરીકે ટ્રેનિંગ પણ લીધી હતી અને તેથી જ તેની પાસે સ્કિલ્સ હતી. તેણે ફ્રીજ સાથે ખરીદેલી મિટ ક્લીવરનો ઉપયોગ કરીને શ્રદ્ધાના શરીરના ટુકડા કરીને રોજ શહેરના વિવિધ ભાગોમાં ફેંકી દઇને ધીમે ધીમે તેમાંથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું હતું.

  Shraddha Murder Case
  Shraddha Murder Case


  આરોપી પોતે પણ ગભરાઇ જતો

  આ ઘૃણાસ્પદ કામ આફતાબ માટે પણ સરળ નહોતું. તેણે પૂછપરછમાં જણાવ્યું કે, મૃતદેહની દુર્ગંધથી બચવા તે નશામાં રહેતો, કપડું બાંધતો અથવા માસ્ક પહેરતો. કેટલીકવાર તે જે કરી રહ્યો હતો તેનાથી ગભરાઇ જતો અને રડી પણ પડતો હતો. પરંતુ ધરપકડ થવાના ડરથી તેણે આ પ્લાનિંગને પાર પાડવાનું ચાલું રાખ્યું હતું.

  મૃતદેહના 35 ટુકડા કર્યા બાદ તેણે ફ્રીજમાં રાખ્યા. અત્તરની ડઝનબંધ બોટલો અને ગંધનાશક અને અરબત્તીઓ દ્વારા મૃતદેહની ગંધ દુર કરવાનો પ્રયાસ કરતો હતો.

  16 દિવસ સુધી ફેંકતો રહ્યો ટુકડા

  આફતાબે સતત 16 દિવસ સુધી રૂટિન ખૂબ જ કાળજીપૂર્વક ફોલો કર્યું. જ્યારે ઘડિયાળમાં સવારના બે વાગતા, ત્યારે તે ફ્રિજમાં શ્રદ્ધાના શરીરના એક-બે ભાગ કાઢતો તેને એક બેગમાં ભરીને રોજ શહેરના નવા વિસ્તારમાં જતો અને મૃતદેહના ટુકડાને નાળા અને જંગલવાળા વિસ્તારોમાં ફેંકી દેતો હતો. ટુકડાઓને ફેંકતા પહેલા તે તેના નાના ટુકડા કરતો જેથી રેગપીકર્સ તેને ઓળખી ન શકે. તે પોલી બેગને એક જગ્યાએ ખાલી કરીને બીજી જગ્યાએ ફેંકી દેતો હતો.

  પૂનાવાલાએ કદાચ વિચાર્યું હશે કે તે આમ કરીને ધરપકડથી બચી શકશે. પરંતુ દિલ્હી પોલીસની સરાહનીય કામગીરીએ સમગ્ર ઘટના પરથી પરદો ઉઠાવ્યો હતો. જોકે, તેને પકડમાં પોલીસને પણ 6 મહિનાનો સમય લાગ્યો હતો. પૂનાવાલાની ધરપકડ બાદ શ્રદ્ધાના શરીરના ટુકડઓને શોધવા પોલીસ માટે વધુ એક ચેલેન્જ સમાન હતો. પરંતુ પોલીસે તેને તમામ સ્થાન વિશે જણાવવા મજબૂર કર્યો જ્યાં જ્યાં તેણે શ્રદ્ધાના શરીરના ટુકડાઓનો નિકાલ કર્યો હતો.

  આસપાસના લોકોમાં અજંપાભરી સ્થિતિ

  ખાનગી રાહે બનેલી આ ઘૃણાસ્પદ હત્યાએ છતરપુર વિસ્તાર કે જ્યાં બંને માસિક રૂ. 10000ના ભાડા સાથે રહેતા હતા, ત્યાંના લોકોને અચંબામાં મૂકી દીધા છે. કોઇને પણ યાદ નથી કે તે માણસ ક્યારેય પણ પરેશાન કે ડરેલો હોય. પાડોશી કુસુમ લતાએ જણાવ્યું કે, તે હંમેશા નોર્મલ વ્યક્તિની જેમ જ વર્તણૂંક કરતો અને તેના ચહેરા પર હંમેશા શાંતિ હતી. પૂનાવાલા 15 મેના રોજ ફ્લેટમાં આવ્યો હતો અને 3 દિવસ બાદ તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી.

  આ પણ વાંચો: ડેટિંગ એપ પર મળ્યા, મા-બાપ સાથે લડીને લીવ ઇનમાં રહ્યા, લગ્નની માંગ કરી તો આફતાબે કરી દીધી શ્રદ્ધાની હત્યા

  બાજુમાં રહેતા એક રહેવાસીએ જણાવ્યું કે, પૂનાવાલા સામાન્ય રીતે ફૂડ ડિલિવરી લેવા કે કરિયાણાની વસ્તુઓ લેવા માટે ઘરની બહાર આવતો હતો. સોમવારે ફ્લેટની અંદર કપડા અસ્તવ્યસ્ત હતા, જ્યારે મેઇન ગેટ પાસે કચરાના ઢગલા હતા, જેમાં સર્જિકલ ગ્લોવ્ઝના પેકેટનો પણ સમાવેશ થાય છે. જોકે, રૂમમાંથી કોઇ દુર્ગંધ નહોતી આવી રહી.

  આ પણ વાંચો:  હૈવાનિયતની હદ! ફ્રિજમાં પડ્યા હતા શ્રદ્ધાનાં 35 ટુકડા અને આફતાબ એ જ રૂમમાં બીજી સાથે...

  એ જ બિલ્ડીંગના બીજા માળે રહેતા એક પરીવારે કહ્યું કે, પૂનાવાલા સાથે તેમણે એક જ વખત પાણીની ટાંકી બાબતે વાતચીત કરી હતી, આ સિવાય તેઓ ખૂબ ઓછી વખત મળ્યા હતો. તે અડધા મહિના સુધી ફ્લેટમાં રહેતા નહોતા, જેમાં બેડરૂમ, રસોડું અને ડાઇનિંગ હોલનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો: Shraddha Murder Case: બચાવી લો... મોત પહેલા WhatsApp પર શ્રદ્ધાએ મિત્રોને જુઓ શું કહ્યું હતું, ચોંકાવનારો ધડાકો

  અન્ય એક પાડોશીએ જણાવ્યું હતું કે, તેણીએ પૂનાવાલાને મોડી રાત્રે બહાર જતા જોયો હતો. પરંતુ તેને લાગ્યું કે, તે કામ પર જઇ રહ્યો હશે. તેણીએ કહ્યું કે, મેં ઘણીવાર તેને કોઇને કોલ કરતા જોયો હતો, જે તેના માટે ઘરનો દરવાજો ખોલતું હતું. ઘણા લોકો તેનું નામ જાણતા ન હતા અને જોઇ રહેવાસી તેની તરફ જોતા તો તે તાત્કાલિક ઘરનો દરવાજો બંધ કરી દેતો હતો. તેણીએ જણાવ્યું કે, ઉનાળા દરમિયાન તેણીએ હત્યારાના ઘરમાંથી થોડો અવાજ સાંભળ્યો હતો, જે ઝઘડાનો લાગ્યો હતો.


  સ્થાનિક લોકોએ પોલીસને તે ફ્રીજ બહાર કાઢવામાં મદદ કરી જેમાં આરોપીએ હત્યા કરીને વોકરના શરીરના ટુકડાઓ રાખ્યા હતા. સ્થાનિકોએ દાવો કર્યો હતો કે, તેણે ક્યારેય ફ્લેટમાં મહિલાને જોઇ નથી. અમને સોમવારે હત્યા વિશે જાણ થઇ હતી અને જે મહિલા અહીં રહેતી હતી તેની તસવીર જોઇ હતી. જે વિસ્તારમાં હત્યા થઇ ત્યાં મોટાભાગના રહેવાસીઓ ભાડૂતો છે. તેમાંથી એકે કહ્યું કે, મેં ક્યારેય આવી વસ્તુનો અનુભવ કર્યો નથી. સ્ત્રીના 35 ટુકડા કર્યા પછી કોઇ પુરૂષ આટલું સામાન્ય વર્તન કઇ રીતે કરી શકે. આ ખરેખર ખૂબ જ ડરામણો કિસ્સો છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Crime news, Delhi Crime, Shraddha Murder Case, ક્રાઇમ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन