Home /News /national-international /આ દિવસે 'ભારત જોડો યાત્રા' માં સામેલ થશે આદિત્ય ઠાકરે, રાહુલ ગાંધીની સાથે મહારાષ્ટ્રમાં હુંકાર ભરશે

આ દિવસે 'ભારત જોડો યાત્રા' માં સામેલ થશે આદિત્ય ઠાકરે, રાહુલ ગાંધીની સાથે મહારાષ્ટ્રમાં હુંકાર ભરશે

કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'

Bharat Jodo Yatra in Maharashtra: કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' તેના 61માં દિવસે મહારાષ્ટ્ર પહોંચવા જઈ રહી છે, જ્યાં હવે તેઓ શિવસેનાના આદિત્ય ઠાકરેને મળવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીની આગેવાની હેઠળની યાત્રા સોમવારે સાંજે તેલંગાણાના મેનુરુ ગામ થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે જ્યાં તેલંગાણા કોંગ્રેસ વડા રેવંત રેડ્ડી બંને રાજ્યોની સરહદ પર તેમના મહારાષ્ટ્રના સમકક્ષ નાના પટોલેને ત્રિરંગો સોંપશે.

વધુ જુઓ ...
    કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' તેના 61માં દિવસે મહારાષ્ટ્ર પહોંચવા જઈ રહી છે, જ્યાં હવે તેઓ શિવસેનાના આદિત્ય ઠાકરેને મળવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીની આગેવાની હેઠળની યાત્રા સોમવારે સાંજે તેલંગાણાના મેનુરુ ગામ થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે જ્યાં તેલંગાણા કોંગ્રેસ વડા રેવંત રેડ્ડી બંને રાજ્યોની સરહદ પર તેમના મહારાષ્ટ્રના સમકક્ષ નાના પટોલેને ત્રિરંગો સોંપશે. આ પ્રસંગે ઉદ્ધવને બદલે આદિત્ય ઠાકરે રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'માં જોડાશે. મળતી માહિતી મુજબ 9 નવેમ્બરે આદિત્ય ઠાકરે રાહુલ ગાંધી સાથે જોવા મળી શકે છે.

    દક્ષિણ ભારતમાં બે મહિનાનો પગપાળા યાત્રા કરી


    રાહુલ ગાંધીની પગપાળા યાત્રા ભારતના દક્ષિણ રાજ્યોમાં બે મહિના પછી મહારાષ્ટ્ર પહોંચી રહ્યો છે. તામિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી હવે પશ્ચિમી પ્રાયદ્વીપીય વિસ્તારમાં પહોંચી ગઈ છે. તેલંગાણામાં, ગાંધીએ ઘણા સમુદાયના નેતાઓ, વ્યક્તિત્વો, ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ અને મનોરંજન ક્ષેત્રના સભ્યો સાથે વાતચીત કરી. તેમનો મહારાષ્ટ્રમાં કેટલીક રેલીઓ યોજવાનો કાર્યક્રમ છે, જેમાંથી એક નાંદેડ જિલ્લામાં પણ છે.

    આ પણ વાંચોઃ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજનું મોટું નિવેદનઃ કહ્યું ભારતના મુસ્લિમોએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ

    રાહુલ ગાંધી દરરોજ 20 કિલોમીટરથી વધુ ચાલશે


    મહારાષ્ટ્રની તેમની 14 દિવસની યાત્રા દરમિયાન, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ 15 વિધાનસભા અને છ સંસદીય મતવિસ્તારોમાંથી 381 કિલોમીટર ચાલશે. આ દરમિયાન, તેઓ દરરોજ 22થી 23 કિમી ચાલશે અને 20 નવેમ્બરની સાંજે મધ્યપ્રદેશમાં પ્રવેશતા પહેલા નાંદેડ, હિંગોલી, વાશિમ અને અકોલા અને બુલઢાણા જિલ્લામાંથી પસાર થશે.

    3,570 કિમી અને 150 દિવસની સુધી ચાલનારી આ પગપાળા યાત્રા તામિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી અને જમ્મુ અને કાશ્મીરમાં સમાપ્ત થશે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन